Thu,25 April 2024,10:13 pm
Print
header

પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોની હત્યાઓ થઇ રહી છે, ભારતીય વિદેશ મંત્રાલયે ઇમરાન સરકારની ઝાટકણી કાઢી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર અત્યાર થઇ રહ્યાં છે, તેમની હત્યાઓ કરાઇ રહી છે, થોડા દિવસો પહેલા ગુરૂદ્વારા નનકાના સાહિબમાં શીખ સમૂદાયના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો, ગુંડાતત્વો દ્વારા અહી ડરનો માહોલ ફેલાવાતા શીખ સમૂદાયના લોકોએ કલાકો માટે ગુરૂદ્વારામાં પુરાઇ રહેવું પડ્યું હતુ, હવે પેશાવરમાં પણ એક શીખ વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે.

આ તમામ બનાવો પછી ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે પાકિસ્તાનને સવાલ કર્યો છે કે જે દેશ પોતાના અલ્પસંખ્યકોનું ધ્યાન નથી રાખી શકતો તે બીજાને ઉપદેશ કંઇ રીતે આપી શકે છે ? ઇમરાન ખાન સરકારે પહેલા પોતાના પાકિસ્તાનનું ધ્યાન રાખવું જોઇએ, લઘુમત્તીઓને સુરક્ષા આપવી જોઇએ, તેમને ન્યાય આપવો જોઇએ, પાકિસ્તાનમાં શીખો પર થઇ રહેલા અત્યાચાર અટકવા જોઇએ, નનકાના સાહેબ જેવી ઘટનાઓથી દુનિયાભરના શીખોમાં પાકિસ્તાન સામે રોષ વ્યાપી ગયો છે, ગુંડાતત્વો સામે કાર્યવાહી કરવાને બદલે ભારતને વારંવાર ઉપદેશ આપવા નીકળેલું પાકિસ્તાન હવે શરમમાં મુકાઇ ગયું છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch