Fri,18 October 2019,12:41 pm
Print
header

પાકિસ્તાનની વધુ એક અવળચંડાઇ, કતારપુર કોરિડોરના ઉદ્દઘાટ્નમાં મનમોહનસિંહને આમંત્રણ, મોદીને નહીં

જમ્મુ-કાશ્મીર મામલે ગુસ્સે ભરાયેલું પાકિસ્તાન હવે ભારત સાથે રાજકીય દાવપેચ રમી રહ્યું છે, અગાઉ કોંગ્રેસના વખાણ કરીને પીએમ નરેન્દ્ર મોદીની ટીકા કરનાર ઇમરાન ખાન સરકારે ફરીથી મોદીની અવગણના કરીને નવી ચાલ ચાલી છે. પાકિસ્તાને કતારપુર કોરિડોરના ઉદઘાટનમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને આમંત્રણ આપ્યું છે અને ભારતના હાલના પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું નથી, કતારપુર સાહિબ વિશ્વભરના શીખ સમુદાય માટે આસ્થાનું સ્થળ છે. અને પાકિસ્તાનમાં તે આગામી 9 નવેમ્બરે ખુલ્લુ મુકવામાં આવશે.

ઇમરાન ખાનની પરમાણુ હુમલાની ધમકી 

પાકિસ્તાન કાશ્મીરને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી રહ્યું છે, યુએનમાં ઇમરાન ખાને આતંકવાદને પ્રોત્સાહન મળે તેવું ભાષણ કર્યું હતુ, અનેક વખતે તેઓ ભારતને પરમાણુ હુમલાની ધમકીઓ આપી ચુક્યાં છે, સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું હતુ કાશ્મીરમાં લોકો મરી રહ્યાં છે, તે નિવેદનનો તેમને દુનિયાભરમાં ઉપયોગ કરીને ભારતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.

પીઓકેની રેલીમાં તેમને કાશ્મીરના લોકોની ઉશ્કેરણી કરતા કહ્યું હતુ તે હું લીલીઝંડી આપુ ત્યારે તમે બંદૂકો લઇને ભારતમાં હુમલો કરજો. 

ઇમરાન ખાન સતત ભારત સામે ઝેર ઓકી રહ્યાં છે, ત્યારે જોવું રહ્યું કે સારી છબી ધરાવતા પૂર્વ પીએમ મનમોહનસિંહ ઇમરાન ખાનના આમંત્રણ મામલે કઇ રણનીતિ અપનાવે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->