Fri,26 April 2024,1:14 am
Print
header

પાકિસ્તાનમાં છુપાયેલો ભારતનો આરોપી દાઉદ ઇબ્રાહિમ ડરી ગયો છે ! છેલ્લા 3 વર્ષથી ફોન પર વાત ન કરી હોવાનો દાવો

ભારતનો મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહિમ હાલમાં પાકિસ્તાનમાં બેસીને દુનિયાભરમાં ગોળખધંધા કરી રહ્યો છે, 
તેને લઇને મોટો સમાચાર સામે આવ્યાં છે, દાવો કરાયો છે તે ભારતની મોદી સરકારથી ડરી ગયો છે, તે છેલ્લા 3 વર્ષથી ફોન પર વાત પણ નથી કરતો, ભારતીય ગુપ્તચર એજન્સીઓને ત્રણ વર્ષથી તેનો અવાજ સાંભળ્યો નથી, પહેલા તેના કોલ ટ્રેસ કરીને સાંભળવામાં આવતા હતા, પરંતુ હાલમાં તે ચૂપ થઇ ગયો છે, 1993માં મુંબઇ બોમ્બ બ્લાસ્ટ પછી દાઉદ દેશ છોડીને ફરાર થઇ ગયો હતો.

જૂન 2013માં દિલ્હી પોલીસ કમિશનર નીરજ કુમાર દ્વારા રેકોર્ડ કરવામાં આવેલા કોલ ચર્ચાસ્પદ બન્યાં હતા, 1994થી દાઉદનો પીછો કરી રહેલા નીરજકુમારે જણાવ્યું છે કે આઇપીએલ ફિક્સિંગની તપાસમાં છેલ્લે તેમને દાઉદનો અવાજ સાંભળ્યો હતો, હાલમાં ભારતીય તપાસ એજન્સીઓ પાસે દાઉદનું 15 મીનિટનું જે કોલ રેકોર્ડિંગ છે, તે ત્રણ વર્ષ પહેલાનું છે, તે કરાંચીથી દુબઇમાં તેના સહયોગી સાથે વાત કરતો હતો.

તપાસ એજન્સીઓનું માનવુ છે કે મોદી સરકારમાં રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલના સક્રિય થવા પછી દાઉદ અને તેનો ભાઇ અનીસ ફોનનો ઉપયોગ કરવામાં સાવચેતી રાખી રહ્યાં છે, લગભગ તેમના સાથીઓ જ હવે બધી ડીલ કરતા હોય છે. ડોભાલ છેલ્લા કેટલાક સમયથી દાઉદ પર નજર રાખી રહ્યાં છે, અને દાઉદને ડર છે કે મોદી સરકાર કંઇ પણ કરી શકે છે.ત્યારે એક સમયનો ડોન હવે ડરીને કરાંચીમાં છુપાઇને બેઠો છે, ભારતીય તપાસ  એજન્સીઓ પાસે પુરાવા છે કે તે પાકિસ્તાનમાં સક્રિય છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch