Thu,18 April 2024,4:29 pm
Print
header

Big News- પાકિસ્તાનની ભારતને પરમાણું યુદ્ધની ધમકી, ઇસ્લામાબાદમાં બેઠકોનો દૌર

જમ્મુ-કાશ્મીર મામલે દુનિયાભરમાં એકલું પડી ગયેલું પાકિસ્તાન હવે ભારતને ધમકીઓ આપી રહ્યું છે, પાકિસ્તાની સેનાના પ્રવક્તા જનરલ આસિફ ગફૂરે કહ્યું છે કે કાશ્મીર મામલે હવે પરમાણું યુદ્ધનો ખતરો વધી ગયો છે, તેમને આડકતરી રીતે ભારત સાથે પરમાણું યુદ્ધની ધમકી આપી દીધી છે, ગફૂરે કાશ્મીરની સ્થિતિ પર પાકિસ્તાનના ટોચના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ વિદેશ મંત્રી શાહ મહેમૂદ કૂરૈશી સાથે પત્રકાર પરિષદ કરીને ભયાનક યુદ્ધની વાત કરી છે, તેમને કહ્યું કે અહી સામાન્ય યુદ્ધની વાત નથી, પરંતુ ભારત જે રીતે આગળ વધી રહ્યું છે તે જોતા કાશ્મીર હવે એક ન્યૂક્લિયર પોઇન્ટ છે, સાથે જ ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહના પરમાણું યુદ્ધવાળા નિવેદનનો પણ તેમને ઉલ્લેખ કર્યો છે, જો કે રાજનાથસિંહે દેશની માત્ર વાત કરી હતી, અને કહ્યું હતુ તે જરૂર પડશે તો પહેલા પરમાણું શસ્ત્રો નહીં વાપરવાની પોલીસી બદલાશે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કૂરૈશીએ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહેરુના ઈન્ડિયાને ખાખ કરી નાખ્યું છે, હવે તેઓ નીતિ ડોભાલ સિદ્ધાંત ની આજુબાજુ જ ફરી રહ્યાં છે, જેથી તેમને સચ્ચાઇ દેખાતી નથી, તેમને ભારતના સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર નિશાન તાક્યું હતુ, જેઓ અગાઉ પાકિસ્તાનમાં ભારતના જાસૂસ તરીકે કામ કરીને આવ્યાં છે, અને પાકિસ્તાન સામેની મોટાભાગની રણનીતિ તેઓ જ તૈયાર કરી રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch