Wed,24 April 2024,10:54 pm
Print
header

પાકિસ્તાનમાં મોટા આતંકી હુમલાથી દોડધામ, કરાચી સ્ટોક એક્સચેન્જમાં ઘૂસ્યાં આતંકવાદી

ફાયરિંગમાં 6 લોકોનાં મોત, પોલીસકર્મીઓનો પણ સમાવેશ

પાકિસ્તાનઃ આતંકવાદીઓની ફેક્ટરી બની ગયેલું પાકિસ્તાન હવે તેને જ પેદા કરેલા આતંકવાદીઓથી હારી રહ્યું છે, આજે સવારના સમયમાં જ કરાંચી સ્ટોક એક્સચેંજમાં અને તેની પાસેના વિસ્તારમાં આતંકવાદીઓએ મોટો હુમલો કરી દીધો છે. અંધાધૂંધ ફાયરિંગમાં 6 નિર્દોષ લોકોના જીવ ગયા છે. પાક સેનાએ 4 આતંકીઓને ઠાર કરી દીધા છે.

પાકિસ્તાની મીડિયાનાં અહેવાલ મુજબ સ્ટોક એક્સચેંજમાં 4 આતંકવાદીઓ ઘૂસી ગયા હતા અને તેમને આડેધર ફાયરિંગ શરૂ કરી દીધું હતુ, ચારેય બલુચ લિબરેશન આર્મીના આતંકીઓ હતા અને તેઓ માનવ બોમ્બ બનીને અહી આવ્યાં હતા, તેઓ પાર્કિંગમાંથી બિલ્ડીંગમાં પોલીસની વર્દીમાં ઘૂસ્યાં હતા. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો પણ જપ્ત કરાયા છે.

બીજી તરફ સેનાએ ઘાયલ થયેલા કેટલાક લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં છે અને આસપાસનો વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે. ઇમરાન ખાન સરકાર દ્વારા પુરા મામલાની ગંભીરતા સમજતા આ હુમલાની ઉંડી તપાસ થશે, ત્યારે એક વાત તો ચોક્કસ છે કે આતંકવાદીઓને ઉછેરનાર પાકિસ્તાન હવે ખુદ ફસાઇ ગયું છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch