Fri,19 April 2024,11:01 am
Print
header

બાજવા નિવૃત થતા જ શાહબાઝ શરીફની મુશ્કેલીઓ વધી, તાલિબાને પાકિસ્તાન વિરુદ્ધ કરી આ ઘાતક જાહેરાત - Gujarat Post News

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા તેમના પદ પરથી નિવૃત્ત થયા છે. તેમની જગ્યાએ લેફ્ટનન્ટ જનરલ અસીમ મુનીરને નવા આર્મી ચીફ બનાવવામાં આવ્યાં છે. પરંતુ બાજવાએ પદ છોડ્યા પહેલા જ પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને (ટીટીપી) ઘાતક જાહેરાત કરી છે, જેને કારણે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની મુશ્કેલી વધી ગઈ છે. આતંકી સંગઠન ટીટીપીને પાકિસ્તાની તાલિબાન તરીકે ઓળખવામાં આવે છે, તેની રચના 2007 માં વિવિધ આતંકવાદી સંગઠનોના સંયુક્ત જૂથ તરીકે કરવામાં આવી હતી.

તાલિબાને યુદ્ધનો અંત લાવવાની જાહેરાત કરી

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ જૂન મહિનામાં પાકિસ્તાન સરકાર સાથે યુદ્ધનો અંત લાવવાની જાહેરાત કરી હતી.જો કે હવે તેને લડવૈયાઓને સમગ્ર પાકિસ્તાનમાં હુમલો કરવાનો આદેશ આપ્યો છે. સંગઠને એક નિવેદનમાં જણાવ્યું કે, વિવિધ વિસ્તારોમાં મુઝાહિદ્દીન (આતંકવાદીઓ) સામે લશ્કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાથી દેશભરમાં જ્યાં પણ તમે કરી શકો ત્યાં હુમલા કરવા તમારા પર નિર્ભર છે." પાકિસ્તાનના નવા સેના પ્રમુખ માટે મોટો પડકાર છે.

પાકિસ્તાનના નવા આર્મી ચીફ અસીમ મુનીર અને વડાપ્રધાન શેહબાઝ શરીફ માટે આ એક મોટો પડકાર છે. ટીટીપીએ એક નિવેદનમાં જણાવ્યું કે, "સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓએ સતત હુમલાઓ બંધ કર્યાં ન હતા. હવે અમારો વળતો હુમલો દેશભરમાં શરૂ થશે." ટીટીપીની આ ધમકી બાદ પાકિસ્તાન સરકાર અને સેના શું પગલાં ભરશે તે હજુ સ્પષ્ટ થયું નથી, કારણ કે હજુ સુધી સરકાર અને ગુપ્તચર એજન્સીઓ તરફથી કોઇ નિવેદન આવ્યું નથી. પાકિસ્તાન સરકારે ગયા વર્ષે અફઘાનિસ્તાનની વચગાળાની સરકારની મદદથી ટીટીપી સાથે વાતચીત શરૂ કરી હતી, પરંતુ તેમાં કોઈ પ્રગતિ થઈ ન હતી.

મલાલા યુસુફઝાઇને પાકિસ્તાની તાલિબાને મારી હતી ગોળી  

2012 માં પાકિસ્તાની તાલિબાને મલાલા યુસુફઝાઈને ગોળી મારી હતી. મલાલાને પહેલા પેશાવરની આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, બાદમાં તેને સારવાર માટે લંડન લઈ જવામાં આવી હતી. પાકિસ્તાની તાલિબાને આ હુમલાની જવાબદારી સ્વીકારતા કહ્યું હતું કે મલાલા પશ્ચિમી વિચારધારા ધરાવતી યુવતી છે.બાદમાં મલાલાને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. હાલમાં તે દુનિયાભરમાં જાણીતી બની છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch