Wed,24 April 2024,1:58 pm
Print
header

પાકિસ્તાનના નેતાએ ભારતમાં શરણ માટે મોદી પાસે મદદ માંગી, અગાઉ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા કહ્યું હતું

લંડન: પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર સામે વિપક્ષોએ બાંયો ચઢાવી છે, ઇસ્લામાબાદ સહિતના શહેરોમાં તેમની સામે ઉગ્ર પ્રદર્શન થઇ રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે મુત્તહીદા કૌમી મુવમેન્ટના સંસ્થાપક અલ્તાફ હુસૈન પણ ઇમરાન ખાન સામે પડ્યાં છે, તેમને હવે ભારતમાં શરણ મેળવવા માટે પીએમ મોદીની મદદ માંગી છે, તેમને કહ્યું છે કે મારી સંસ્થા અને મારા સાથીઓ પર મોટો ખતરો છે, જેથી હું ભારત પાસે મદદની અપેક્ષા રાખુ છું, તેઓ હાલમાં લંડનમાં છે, ત્યાથી તેમને જણાવ્યું છે કે મોદી સરકાર ઇચ્છે તો તેઓ ભારત આવવા તૈયાર છે, અથવા તો ભારતે મને આર્થિક મદદ કરવી જોઇએ. 

અલ્તાફ હુસૈને 2016માં લંડનમાં આતંકવાદ મામલે એક ભાષણ આપ્યું હતુ, જે પાકના  વિરોધમાં હતુ, બાદમાં તેમના પર કેસ ચાલ્યો હતો, આ મામલે લંડનમાં પણ તેમની સામે કેસ થયો હતો, જેથી પાકિસ્તાનમાં તેમની બધી જ સંપત્તિ જપ્ત કરી લેવાઇ છે અને તેઓ પાછા પાકિસ્તાન જઇ શકે તેમ નથી, તેમનો પાસપોર્ટ પણ લંડનમાં કોર્ટે જપ્ત કરી લીધો છે. હવે તેઓ ભારતમાં શરણ લેવા માંગે છે. તેમને એમ પણ કહ્યું કે મારા દાદા-દાદી ભારતની જમીન પર દફન છે, તેમના અનેક સંબંધીઓની કબર ભારતમાં છે, જેથી તેઓ લંડન કોર્ટમાંથી મંજૂરી લઇને ભારત આવવા માંગે છે, જો કે આ મામલે ભારત સરકારનું અત્યાર સુધી કોઇ સ્ટેટમેન્ટ આવ્યું નથી. 

નોંધનિય છે કે અલ્તાફ હુસૈનનો થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ કહી રહ્યાં હતા સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા...

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch