Wed,24 April 2024,11:39 pm
Print
header

પાકિસ્તાનના સિંધમાં 2 પેસેન્જર ટ્રેન અથડાઇ, 33 મુસાફરોના મોત, 50થી વધુ ઘાયલ

પાકિસ્તાનઃ આજે સવારે એક મોટી ટ્રેન દુર્ધટના થઈ છે. સિંધના ડહારકી વિસ્તારમાં બે પેસેન્જર ટ્રેન એકબીજા સાથે અથડાઈ છે. આ દુર્ઘટનામાં અંદાજે 33 લોકોના મોત થયા છે 50થી વધારે લોકો ઘાયલ થયા છે. પ્રવાસીઓની 2 ટ્રેનો મિલ્લત એક્સપ્રેસ અને સર સૈય્યદ એક્સપ્રેસ વચ્ચે અકસ્માત થયો છે. હજુ ઘણાં લોકો બોગીમાં ફસાયેલા છે મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે આ ઘટના સિંઘ પ્રાંતના ડહારકીમાં બની છે. આ જગ્યા ઘોટકી જિલ્લામાં સ્થિત છે. 

જેમાં 33 લોકોના મોતની પુષ્ટિ જિલ્લાના ડેપ્યૂટી કમિશનરે કરી છે મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે. ઘટનાની જાણકારી મળતા રેસ્ક્યૂ દળ ઘટના સ્થળે પહોંચી રાહત કામ શરુ કર્યુ છે. અહીંથી પસાર થનારી તમામ ટ્રેનોને રદ્દ કરી દેવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch