Sat,20 April 2024,4:52 am
Print
header

પાકનું નાટક, આતંકવાદી મસૂદ અઝહરને શોધીને તેની ધરપકડ કરો, પાકિસ્તાને તાલિબાનને લખ્યો પત્ર- Gujarat Post

મસૂદની ધરપકડ માટે પત્ર 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે તાલિબાન સરકારનો સંપર્ક કર્યો 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં સત્તારૂઢ તાલિબાન સરકારને પત્ર લખીને આતંકવાદી મૌલાના મસૂદ અઝહરની ધરપકડ કરવાની માંગ કરી છે. અઝહર પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સ્થાપક છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તેને આતંકી જાહેર કરાયો છે. ભારત અને પશ્ચિમી દેશોના દબાણમાં પાકિસ્તાને દેખાવ માટે આ પગલું ભર્યું છે. મસૂદ અઝહરને 1999ના કંદહાર પ્લેન હાઇજેક કેસના મુસાફરોને છોડાવવાના બદલામાં અન્ય બે આતંકવાદીઓ સાથે ભારતે મુક્ત કરવો પડ્યો હતો. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ કાઠમંડુ-દિલ્હી ફ્લાઈટને હાઈજેક કર્યાં બાદ અફઘાનિસ્તાનના કંદહાર લઈ ગયા હતા. અને બદલામાં આ આતંંકીને છોડાવ્યો હતો.

ભારત મસૂદને સોંપવાની કરી રહ્યું છે માંગ 

પાકે મસૂદની ધરપકડ માટે પત્ર લખ્યો છે.કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે તાલિબાન સરકારનો સંપર્ક કર્યો છે.ભારત દ્વારા મુક્ત થયા બાદ મસૂદે જૈશ-એ-મોહમ્મદ (JeM)ની રચના કરી હતી. જૈશે કાશ્મીર સહિત ભારતમાં આતંકવાદી હુમલા કર્યાં છે. જેમાં ભારતીયોએ જીવ ગુમાવ્યાં છે.ભારત મસૂદની ધરપકડની અનેક વખત માંગ કરી ચુક્યું છે.

અઝહર અફઘાનિસ્તાનમાં છુપાયેલો છે

પાકિસ્તાનની જિયો ન્યૂઝ ચેનલ અનુસાર, તાલિબાનને લખેલા પત્રમાં પાકિસ્તાને કહ્યું છે કે તેને ખાતરી છે કે અઝહર અફઘાનિસ્તાનમાં ક્યાંક છુપાયેલો છે. એક અજાણ્યા પાકિસ્તાની અધિકારીને ટાંકીને આ સમાચાર આપ્યાં છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે અઝહર અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંત અથવા કુનાર પ્રાંતમાં છુપાયેલો છે. અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે ઓગસ્ટ 2021માં તાલિબાન સત્તામાં આવ્યાં પહેલા કે પછીથી અઝહર અહીં છે. પરંતુ તેનું હાલનું ઠેકાણું અહીં જ છે.

પશ્ચિમી દેશોએ FATF બેઠકમાં ભારતની માંગને સમર્થન આપ્યું હતું

આ વર્ષની શરૂઆતમાં, પશ્ચિમી દેશોએ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં અઝહર, લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ સઈદ અને લશ્કરના ઓપરેટિવ સાજિદ મીર સહિત 30 આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની ભારતની માંગને સમર્થન આપ્યું હતું. ત્યારથી એવું માનવામાં આવી રહ્યું હતું કે પાકિસ્તાન આ દિશામાં પગલાં ભરવા માટે મજબૂર થશે. જો કે પાકિસ્તાન સરકારોએ જ આ આતંકીઓને પેદા કર્યાં છે અને હવે આંતરરાષ્ટ્રીય દબાણોને કારણે પાકે આવા નાટકો કરવા પડી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch