Fri,19 April 2024,7:53 pm
Print
header

આખરે ઈમરાન ખાનનો છૂટકારો, પાકિસ્તાન સુપ્રીમે ગેરકાયદેસર ગણાવી ધરપકડ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે ધરપકડને ગેરકાયદેસર જાહેર કરી છે. ઈમરાન ખાનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. અને હવે તેમનો છૂટકારો થયો છે. જો કે કોર્ટે કહ્યું છે કે આવતીકાલે ઈમરાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં હાજર થવું પડશે. આ સાથે સુપ્રીમ કોર્ટે ઈમરાનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે ઈમરાન ખાનને એક કલાકમાં હાજર કરવાનો આદેશ આપ્યો હતો. આ પછી પોલીસ ઈમરાનને લઈને કોર્ટ પહોંચી હતી અને તેમનો છૂટકારો થયો હતો.

પાકિસ્તાનના સૂચના મંત્રી મરિયમ ઔરંગઝેબે દેશની સુપ્રીમ કોર્ટ પર પ્રહાર કર્યાં છે. તેમણે કહ્યું કે જિન્નાહ હાઉસ પર હુમલો થયો, મંડીમાં તોડફોડ થઈ, આગચંપી થઈ, આર્મી હાઉસને નિશાન બનાવવામાં આવ્યું, પરંતુ આજે સુપ્રીમ કોર્ટ ઈમરાન ખાનનો પક્ષ લઈ રહી છે. દેશમાં આતંક મચાવનારા આ દેશવાસીઓને સુપ્રીમ કોર્ટ રક્ષણ આપી રહી છે. ઈમરાન ખાનને રાહત આપતી વખતે સુપ્રીમ કોર્ટ આતંકવાદીને સમર્થન આપી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch