Sat,13 June 2026,2:57 pm
Print
header

પાકિસ્તાનમાં રોડ અકસ્માત, એક બસે ઉભી રહેલી મોટરબસને ટક્કર મારતા 17 લોકોનાં મોત, 5 ઘાયલ

  • Published By PANNA PATEL
  • 2026-05-25 15:31:18
  • /

પેશાવર: પાકિસ્તાનના મર્દાન જિલ્લામાં સ્વાત એક્સપ્રેસ વે પર મોટરબસનો ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં 17 લોકોનાં મોત થયા છે. જ્યારે 5 લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મોટરબસ ખરાબ થઇ હોવાથી રસ્તાની બાજુમાં પાર્ક કરવામાં આવી હતી. બીજી બસ તેની સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો.

પોલીસે જણાવ્યું કે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના મર્દાન જિલ્લામાં એક માર્ગ અકસ્માત થયો હતો. સ્વાત એક્સપ્રેસ વે પર પેસેન્જર બસ ખામીને કારણે રસ્તાની બાજુમાં પાર્ક કરી હતી. સ્પીડમાં આવેલી બીજી બસે જોરદાર ટક્કર મારી હતી. જેમાં 17 લોકોના મોત થયા અને પાંચ અન્ય ઘાયલ થયા છે. મૃતકો ઉપલા દીર અને બાજૌર જિલ્લાના રહેવાસી હતા.

જનરેટર ખરાબ થવાને કારણે બસ રસ્તાની બાજુમાં જ ઉભી રહી હતી. મૃતકોની હજુ સુધી ઓળખ થઈ નથી, જ્યારે બચાવ ટીમો ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલુ રાખી રહી છે. બસ મુસાફરોને મનોહર સ્વાત ખીણમાં લઈ જઈ રહી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch