Tue,16 April 2024,9:56 pm
Print
header

ભારતનું કાશ્મીર પછીનું મિશન POK,બાલાકોટથી કંઇ મોટું થવાનો ઇમરાન ખાનને ડર

જમ્મુ-કાશ્મીર બાદ ભારતની મોદી સરકારની નજર POK પર છે અને ભારત બાલાકોટ એરસ્ટ્રાઇક કરતા કંઇ મોટું કરવાનું આયોજન કરી રહ્યું છે, પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન ઈમરાન ખાને ભારત વિરુદ્ધ ટિપ્પણી કરી છે, PoKની વિધાનસભાને સંબોધિત કરતા ઈમરાને કહ્યું કે મે કાશ્મીર મામલે નરેન્દ્ર મોદી અને ભાજપના સત્યને દુનિયા સામે રજૂ કર્યું છે. હવે તેઓ પીઓકેમાં આગળ વધી રહ્યાં છે, સાથે જ તેમને ભારતને યુદ્ધની ધમકી આપી છે, કહ્યું કે અમારૂ સૈન્ય ભારતને કોઇ પણ પ્રકારનો જવાબ આપવા તૈયાર છે.

હાલમાં દુનિયાના કોઇ પણ દેશે પાકિસ્તાનને કાશ્મીર મામલે સપોર્ટ નથી કર્યો, જેથી એકલા પડી ગયેલા પાકિસ્તાનના પીએમ ઇમરાનખાને કહ્યું કે  ભાજપ અને સંઘની વિચારધારા મુસ્લિમો વિરૂદ્ધ છે અને તે જ ભારતમાં રાજ કરી રહી છે. તેમને ધમકી આપી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાશ્મીર મામલે લીધેલી નિર્ણય ખતરનાક છે અને ભારતે તેનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar