Tue,16 April 2024,1:31 pm
Print
header

મોદી સામે ઝુકી ગયું પાક, આખરે કાશ્મીર મુદ્દે વાતચીત કરવા તૈયાર થયું પાકિસ્તાન

ઇસ્લામાબાદઃ કાશ્મીર મુદ્દે વારંવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થાય છે.હવે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ આ મામલાને ઉકેલવા ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા તૈયાર થઇ ગયા છે, શહબાઝે મોદીને કાશ્મીર મુદ્દાના સમાધાન માટે વાત કરવા માટે કહ્યું છે.પાકિસ્તાનમાં ઇમરાન ખાનના વિરોધનો સામનો કરી રહેલા શહબાઝે કહ્યું કે ભારત અને પાકિસ્તાન પાડોશી દેશો છે અને તેમને એકબીજા સાથે રહેવું પડશે.

અમે પાઠ શીખી ગયા છીએ: શેહબાઝ

શાંતિથી જીવવું અને પ્રગતિ કરવી અથવા એકબીજા સાથે ઝઘડો કરવો, સમય અને સંસાધનોનો વ્યય કરવો એ આપણા પર નિર્ભર છે. અમે ભારત સાથે ત્રણ યુદ્ધો કર્યાં છે અને તેનાથી લોકો માટે વધુ દુ:ખ, ગરીબી અને બેરોજગારી આવી છે. અમે પાઠ શીખી ગયા છીએ અને જો આપણે આપણી વાસ્તવિક સમસ્યાઓ હલ કરવામાં સમર્થ હોઈએ તો અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. 

ભારતીય નેતૃત્વ સાથે વાતચીત કરીશુંઃ શાહબાઝ

તેમણે કહ્યું કે, અમે ગરીબી ઘટાડવા માંગીએ છીએ, સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગીએ છીએ, અમારા લોકોને શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ, રોજગાર પ્રદાન કરવા માંગીએ છીએ. બોમ્બ અને દારૂગોળા પર અમારા સંસાધનોનો બગાડ કરવા માંગતા નથી, આ જ સંદેશ હું વડાપ્રધાન મોદીને આપવા માંગું છું. અમે પરમાણુ શક્તિઓ છીએ,સશસ્ત્ર છીએ અને જો ભગવાન ન કરે અને યુદ્ધ ફાટી નીકળે તો કોણ બતાવશે કે શું થયું હતું. ભારત અને પાકિસ્તાનને એક સાથે લાવવામાં યુએઈનું નેતૃત્વ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે, તેઓ ભારતીય નેતૃત્વ સાથે વાતચીત કરશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch