Tue,23 April 2024,12:50 pm
Print
header

49 વર્ષીય પાકિસ્તાની સાંસદ આમિર લિયાકતનું મોત, કરાંચીના ઘરમાંથી મળી લાશ - Gujarat Post

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની સાંસદ આમીર લિયાકતનું કરાંચીમાં મોત થઇ ગયું છે. પાકિસ્તાની મીડિયા અનુસાર પીટીઆઈ નેતા આમીર તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતા. તેમના નોકરે તેમના મૃત્યુંની જાણકારી આપી હતી. આમિરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા,જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.

જિયો ન્યૂઝ મુજબ ડૉ. આમિર લિયાકત હુસૈન ગઈકાલે રાત્રે અસ્વસ્થતા અનુભવતા હતા, પરંતુ તેમણે હોસ્પિટલ જવાની ના પાડી હતી. પીડાથી ચીસોનો અવાજ સાંભળીને તેમનો નોકર રૂમમાં ગયો પણ દરવાજો બંધ હતો. કોઈ જવાબ ન મળતા નોકરે દરવાજો તોડવો પડ્યો હતો. લિયાકત ઘણા વર્ષોથી મીડિયા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યાં હતા. 2001 માં તે Geo TV માં જોડાયા હતા.છેલ્લા કેટલાંક વર્ષોથી આમિર જિયો ટીવી અને બોલ ન્યૂઝ માટે રમઝાન ટ્રાન્સમિશન હોસ્ટ કરતા હતા. તે છેલ્લે 'બોલ હાઉસ' નામના શોમાં હોસ્ટ તરીકે જોવા મળ્યાંં હતા. 

આમિર રાજકારણમાં ઘણા સક્રિય હતા. તેઓ માર્ચ 2018માં પીટીઆઈ પાર્ટીમાં જોડાયા હતા, ચૂંટણી પછી તેઓ કરાંચીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આમિર થોડા વર્ષોથી મીડિયા ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં હતા. આમિર લિયાકત સોશિયલ મીડિયા ઘણા એક્ટિવ હતા. તેમને ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધુ લોકો ફોલો કરે છે. ટ્વિટર પર તેમના 1.2 મિલિયન ફોલોઅર્સ હતા. આમિરનો જન્મ વર્ષ 1972માં કરાંચીમાં થયો હતો. હાલમાં જ તે પોતાના ત્રીજા લગ્ન અને છૂટાછેડાને લઈને ઘણા ચર્ચામાં હતા. જો કે તેમના મોતની હાલમાં તપાસ થઇ રહી છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat sabarkatha arvali milk rate gujaratpost

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch