Thu,25 April 2024,4:27 pm
Print
header

પાકિસ્તાનઃ બલૂચ લિબરેશન આર્મીની મહિલાને કરાંચી યુનિવર્સિટીની બહાર કર્યો આત્મઘાતી વિસ્ફોટ- Gujarat Post

બલૂચ લિબરેશન આર્મીની મહિલા ફિદાયીને કરાંચી યુનિવર્સિટીની બહાર કર્યો બ્લાસ્ટ

બ્લાસ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો  

બલૂચ લિબરેશન આર્મી મજીદ બ્રિગેડની સભ્ય હતી શારી બલોચ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કરાંચી યુનિવર્સિટીની બહાર થયેલા વિસ્ફોટમાં 3 ચીની નાગરિકો સહિત ચાર લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે.બ્લાસ્ટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે હિજાબ પહેરેલી એક મહિલા રસ્તા પર ઉભી છે,વાન તેની પાસેથી પસાર થાય છે કે તરત જ વિસ્ફોટ થઈ જાય છે. આ વીડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે કે આ એક ફિદાયીન હુમલો હતો. બલૂચ લિબરેશન આર્મીએ હુમલાની જવાબદારી લીધી છે. 

આ ઘટનાને અંજામ આપનારી ફિદાયીન મહિલાનું નામ શારી બલોચ હોવાનું જાણવા મળે છે, તે બલૂચ લિબરેશન આર્મી મજીદ બ્રિગેડની સભ્ય છે. ટ્વિટર પર આ મહિલા ફિદાયીન વિશે ઘણી ટ્વિટ થઈ રહી છે. જેમાં તેમના ફોટો સહિત પરિવાર વિશેની માહિતી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, શારી બલોચે અધિકૃત બલૂચિસ્તાનમાં પાક સૈન્ય નરસંહારમાં પોતાનો પરિવાર ગુમાવ્યો હતો.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બાબતોને કવર કરતા પત્રકાર બશીર અહમદ ગવાખે તેમના અંગત ટ્વિટર હેન્ડલ પર મહિલા ફિદાયીન શારી બલોચ વિશે કેટલીક માહિતી શેર કરી છે. તેમને ટ્વિટ કર્યું કે બલૂચ લિબરેશન આર્મીએ કરાચી યુનિવર્સિટીમાં પ્રથમ મહિલા આત્મઘાતી બોમ્બર વિશે વધુ માહિતી જાહેર કરી છે. આ મહિલા ફિદાયીનનું નામ શારી બલોચ છે, તેનો પતિ ડોક્ટર છે, તેને બે બાળકો છે. આ આત્મઘાતી હુમલો દર્શાવે છે કે બલૂચ અલગાવવાદીઓ પાકિસ્તાનથી આઝાદી માટે કેટલી હદે જઈ શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch