Thu,25 April 2024,1:36 pm
Print
header

પાકિસ્તાનને આર્મી ચીફની ચેતવણી, ભારતના બે નાગરિકોનું માથું કાપી નાખનારાઓને જડબાતોડ જવાબ મળશે

નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાએ ફરી એક વખત નાપાક હરકત કરીને ભારત સામે માથું ઉંચુ કર્યુ છે, શુક્રવારે બે ભારતીય નાગરિકોના માથા કાપી નાખવામાં આવ્યાં હતા, જેમાંથી એક નાગરિકનું માથું તેઓ પોતાની સાથે લઇ ગયા છે, આ કૃત્ય પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમે કર્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી પર આ ઘટના બની છે, જેમાં મોંહમ્મદ અસ્લમ નામના ભારતીય નાગરિકની લાશ મળી હતી, જેનું માથું ગુમ હતુ, જ્યારે અલ્તાફ હુસૈનનું પણ માથુ કાપી નાખવામાં આવ્યું છે, આ બંને યુવાનો ગુલપુર સેક્ટરના રહેવાસી હતી.

પાકિસ્તાની બેટના આવા કૃત્ય સામે ભારતીય આર્મી ચીફ જનરલ મુકુંદ નરવાણેએ કહ્યું છે કે પાકિસ્તાનને સમય પર આ કૃત્યનો જવાબ આપવામાં આવશે, અગાઉ પાકિસ્તાની બેટે ભારતીય સૈનિકોના માથા કાપી નાખ્યાની પણ ઘટના બની છે, હવે તો પાકિસ્તાન કાશ્મીરના લોકોને પણ નિશાન બનાવી રહ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch