Tue,23 April 2024,9:43 pm
Print
header

આતંકવાદીઓનાં સમર્થક ઇમરાનખાનનો અસલી ચહેરો આવ્યો સામે, લાદેનને શહીદ ગણાવ્યો

ઇસ્લામાબાદઃ દુનિયામાં આતંકવાદ ફેલાવનારૂં અને આતંકવાદીઓની ફેક્ટરી બની ગયેલા પાકિસ્તાનનો અચલી ચહેરો દુનિયા સામે આવી ગયો છે, ખુદ પાકિસ્તાનના પીએમ પણ હવે આતંકવાદીઓનું ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યાં છે. પાકિસ્તાનની સંસંદમાં એક ભાષણ પર ઇમરાનખાને અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરાવનાર ખુંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનને શહીદ ગણાવી દીધો છે.

અમેરિકાએ આતંકી સંગઠન અલ-કાયદાનો પ્રમુખ એવા ઓસામા બિન લાદેનને પાકિસ્તાનની ધરતી પર જ ઠાર કર્યો હતો, હવે પાકિસ્તાને ઓસામાને શહીદ ગણાવીને અમેરિકાની ઝાટકણી કાઢી છે, કહ્યું કે આતંકવાદ સામેની લડાઇમાં પાકિસ્તાને અમેરિકાને સહયોગ આપીને ભૂલ કરી છે. એક રીતે ઇમરાને ટ્રમ્પ સરકારને પડકાર ફેંકયો છે. ઇમરાનના આ વલણથી અમેરિકા નારાજ થયું છે અને પાકિસ્તાનને મળતી મદદ મામલે કોઇ નવો નિર્ણય કરાય તેવી પણ શક્યતા છે. 

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch