ઇસ્લામાબાદઃ ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ પછી પાકિસ્તાનમાં આગ લાગી છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનના સમર્થકોએ અનેક સ્થળોએ તોડફોડ, હિંસા કરી છે. આગચંપી અને લૂંટફાટની ઘટનાઓ બની રહી છે. સરકારી ઓફિસથી લઈને આર્મી ઓફિસ સુધી ઈમરાન ખાનના સમર્થકોએ તોડફોડ અને આગચંપી કરીને હોબાળો મચાવ્યો છે. હવે વડાપ્રધાન શાહબાઝ શરીફનું ઘર પણ સુરક્ષિત નથી. ઇમરાનના સમર્થકોએ વહેલી સવારે લાહોરમાં વડાપ્રધાન શહેબાઝ શરીફના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો.
ઈમરાન ખાનની ધરપકડથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના 500થી વધુ સમર્થકોએ વહેલી સવારે વડાપ્રધાન શાહબાઝ શરીફના નિવાસસ્થાને પહોંચીને ઘરની તોડફોડ કરી અને ત્યાં પાર્ક કરેલા તમામ વાહનોને આગ ચાંપી દીધી હતી. પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે સમર્થકો નિર્ભયતાથી હિંસા અને આગચંપી કરી રહ્યાં હતા.
પીએમ શાહબાઝ શરીફના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો
પંજાબ પ્રાંતની પોલીસના જણાવ્યાં અનુસાર ઈમરાનના સમર્થકોએ વડાપ્રધાનના ઘર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે જ્યારે સમર્થકોએ હુમલો કર્યો ત્યારે વડાપ્રધાનના આવાસ પર સુરક્ષા ઓછી હતી.તેઓએ ત્યાં એક પોલીસ ચોકીને પણ આગ ચાંપી દીધી હતી. પોલીસની ટીમ ત્યાં પહોંચી કે તરત જ પીટીઆઈ વિરોધીઓ ત્યાંથી ભાગી ગયા હતા. વડાપ્રધાન નિવાસસ્થાને પહોંચતા પહેલા ખાનના સમર્થકોના ટોળાએ મોડલ ટાઉનમાં શાસક પીએમએલ-એન સચિવાલય પર હુમલો કર્યો હતો, તેનાથી સ્થિતિ વધુ બગડી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29