Wed,31 May 2023,3:42 am
Print
header

ઈમરાન ખાનના ઘરમાં 40 આતંકવાદીઓ છુપાયા હોવાનો દાવો, પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતો અટકવાનું નામ નથી લઈ રહી, પાકિસ્તાન સ્થિત પંજાબ સરકારનું કહેવું છે કે ઈમરાનના જમાન પાર્કના ઘરમાં 40 જેટલા આતંકીઓ છુપાયેલા છે.પંજાબની વચગાળાની સરકારે પીટીઆઈને લાહોરમાં ભૂતપૂર્વ વડાપ્રધાનના ઝમાન પાર્ક નિવાસસ્થાનમાં આશ્રય લેનારા અંદાજે 40 આતંકવાદીઓને પોલીસને સોંપવા માટે 24 કલાકની સમયમર્યાદા આપી છે.

કાર્યવાહક માહિતી મંત્રી આમિર મીરે લાહોરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કહ્યું, પીટીઆઈએ આ આતંકવાદીઓને પોલીસને સોંપી દેવા જોઈએ નહીંતર કાયદો પોતાનું કામ કરશે.  સરકાર આ આતંકવાદીઓની હાજરીથી વાકેફ હતી કારણ કે તેની પાસે વિશ્વસનીય ગુપ્તચર અહેવાલો હતા.

એજન્સીઓ આતંકવાદીઓની પુષ્ટિ કરે છે

મીરે કહ્યું, જે ગુપ્તચર રિપોર્ટ આવ્યો છે તે ખૂબ જ ખતરનાક છે. એજન્સીઓ જીઓ-ફેન્સિંગ દ્વારા જમાન પાર્કમાં આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ કરવામાં સફળ રહી છે. પીટીઆઈ ચીફ એક વર્ષથી સેનાને નિશાન બનાવી રહ્યાં છે. આ સિવાય મીરે પીટીઆઈને કડક શબ્દોમાં કહ્યું છે કે આતંકવાદીઓને પોલીસને સોંપી દેવા જોઈએ.

પીટીઆઈના નેતાઓ પર સંકજો

પાકિસ્તાનની પંજાબ સરકાર વતી પીટીઆઈના વરિષ્ઠ નેતાઓ અને પંજાબના ભૂતપૂર્વ પ્રધાનો ડૉ. યાસ્મીન રાશિદ અને મિયાં મહમુદુર રાશિદ અને મિયાં મહમુદુર રાશિદને 9 મેના રોજ જિન્નાહ હાઉસ હુમલા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યાં છે. પીટીઆઈના એક નેતા ઈબાદ ફારુકે પોતાના વીડિયો નિવેદનમાં મોટો ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે પીટીઆઈના નેતાઓ યાસ્મીન રાશિદ, મીયાં મહમુદુર રાશિદ અને અન્ય લોકોએ પાર્ટીના કેટલાક કાર્યકરોને લિબર્ટી ચોક પહોંચવા માટે બોલાવ્યાં હતા.

9 મેની ઘટના ઈમરાનના સહયોગીઓના કહેવા પર બની હતી

ઈબાદે આરોપ લગાવ્યો કે પીટીઆઈના નેતાઓએ વિરોધીઓને જિન્નાહ હાઉસને આગ લગાડવાનું પણ કહ્યું હતું. તેમજ જિન્નાહ હાઉસને આગ લગાડવા જણાવ્યું હતું. જિન્નાહ હાઉસમાં જે થયું તે યોગ્ય ન હતું. આ સિવાય ઇબાદ ફારૂકે PP-149 (ચૂંટણી બેઠક) પરથી PTIની V ટિકિટ પરત કરવાની જાહેરાત કરી છે.

હુમલાખોરો સામે 72 કલાકમાં કાર્યવાહી થવી જોઈએ

પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફના નેતૃત્વમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC)ની એક મહત્વપૂર્ણ બેઠક મંગળવારે યોજાઈ હતી. મંગળવારની આ બેઠકમાં હિંસક હુમલામાં સામેલ તમામ લોકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ 72 કલાકમાં તેમના મદદગારો અને તે નેતાઓ પર કબ્જો જમાવે,જેમના ઉશ્કેરણી પર આ લોકોએ તોડફોડ કરી હતી.

આર્મી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે

NSCની મંગળવારની બેઠક બાદ વડાપ્રધાન કાર્યાલયે એક સત્તાવાર જાહેરાતમાં કહ્યું છે કે NSC એ હુમલાખોરો પર આર્મી એક્ટ અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાના કોર્પ્સ કમાન્ડર્સની બેઠકમાં લેવાયેલા નિર્ણયને સમર્થન આપ્યું છે.

પાકિસ્તાનમાં આગ લાગી હતી

9 મેના રોજ પાકિસ્તાનમાં હિંસા ફાટી નીકળી હતી. જ્યારે પૂર્વ વડાપ્રધાન ઈમરાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી ભ્રષ્ટાચારના કેસમાં નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો (NAB) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. 9 મેના રોજ પીટીઆઈના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા, અનેક ઈમારતો અને વાહનોને આગ ચાંપી દીધી હતી, પોલીસ અને લશ્કરી કર્મચારીઓ તેમજ સંસ્થાઓ પર હુમલો કર્યો હતો.આ હિંસક પ્રદર્શનમાં 10 લોકો માર્યા ગયા હતા. પછી 9 મેના રોજ થયેલી હિંસામાં ઇમરાનના હજારો સમર્થકોની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનની સેનાએ 9 મેને ઈસ્લામિક દેશના ઈતિહાસનો સૌથી કાળો દિવસ ગણાવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch