Thu,25 April 2024,6:03 am
Print
header

નોકરે ઈમરાન ખાનના બેડરૂમમાં લગાવ્યો હતો સિક્રેટ કેમેરો, સુરક્ષા ટીમે કરી ધરપકડ- Gujarat Post

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની હત્યાની અફવાઓ વચ્ચે તેમના એક નોકરની ધરપકડ કરવામાં આવી છે.ઈમરાન ખાનના નોકરે તેમની જાસૂસી કરવાનો પ્રયાસ કર્યો હતો. પૂર્વ પીએમના બનિગાલા હાઉસનો એક સ્ટાફ બેડરૂમમાં જાસૂસી ઉપકરણ ઈન્ટેલિજન્સ કેમેરા લગાવતો ઝડપાયો છે. આ સ્ટાફને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના બેડરૂમમાં ઉપકરણ લગાવવા માટે પૈસા આપવામાં આવ્યાં હતા.જો કે અન્ય સ્ટાફે ખાનની સુરક્ષા ટીમને જાણ કરી હતી. આ પછી જાસૂસીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

બનીગાલા સુરક્ષા ટીમને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનની જાસૂસી કરવાના પ્રયાસની માહિતી મળ્યાં બાદ કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી. સુરક્ષા ટીમે તેને પોલીસને હવાલે કર્યો હતો.આ ઘટના ઈમરાન ખાનની હત્યાનું કાવતરું હોવાની અફવા વચ્ચે સામે આવી છે. કથિત ખતરાને ધ્યાનમાં રાખીને બનિગાલાની આસપાસના વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવી હતી.

આરોપી ખાનના રૂમની સાફ સફાઇ કરતો હતો

પીટીઆઈના નેતા શાહબાઝ ગિલે કહ્યું- અમે આ અંગે સરકાર સહિત તમામ સંબંધિત એજન્સીઓને જાણ કરી છે. કર્મચારી પૂર્વ પીએમના રૂમની સફાઈ કરે છે. તેને જાસૂસી ઉપકરણ લગાવવા માટે પૈસા આપવામાં આવ્યાં હતા. બહારના લોકો માહિતી મેળવવા માટે અમારા લોકોને ધમકી આપી રહ્યાં છે.આવા શરમજનક કૃત્યોથી બચવું જોઈએ. ધરપકડ કરાયેલા કર્મચારીએ ઘણા ખુલાસા કર્યાં છે, જે અત્યારે શેર કરી શકાય તેમ નથી.

ઈમરાન ખાને પોતાના જીવને જોખમ હોવાની વાત કરી હતી

પીટીઆઈના ઘણા નેતાઓએ દાવો કર્યો છે કે ઈમરાન ખાનના જીવને જોખમ છે. ઈમરાને ખુદ કહ્યું હતું કે 'મારો જીવ જોખમમાં છે. પાકિસ્તાનની અંદર અને બહાર કેટલાક લોકો છે જે મને મારવા માંગે છે. હું એ બધા લોકોને ઓળખું છું. મેં એક વીડિયો રેકોર્ડ કર્યો છે અને તેને સુરક્ષિત જગ્યાએ રાખ્યો છે.જો મને મારી નાખવામાં આવે તો આ વીડિયો આ તમામ લોકોના નામ જાહેર કરશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch