Sat,20 April 2024,10:07 am
Print
header

ઈમરાન ખાનની હોશિયારી, કહ્યું દુનિયાએ ભારતની દુર્દશા જોઇ છે, અમને તો અલ્લાહે બચાવી લીધા છે- Gujarat Post

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સાઉદી અરેબિયા, યુએઈ, ચીન જેવા દેશો અને આઈએમએફ (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી લોન લઈને દેશ ચલાવી રહ્યું છે, બીજાના ભરોસે પાકિસ્તાન ટકી કહ્યું છે તેમ છંતા વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના વખાણ કરતા થાકતા નથી અને તેમને ફરીથી ભારતની ટીકા કરી છે. ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાને કોરોના મહામારીને ભારત કરતા વધુ સારી રીતે હેન્ડલ કરી છે.મહામારી દરમિયાન ભારતનો વિકાસ દર નીચે ગયો હતો પરંતુ આપણી અર્થવ્યવસ્થા મહામારી દરમિયાન મજબૂત રહી હતી. 

ઈમરાન ખાને રાવલપિંડી ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (RCCI) દ્વારા આયોજિત 14મી ઈન્ટરનેશનલ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં આ વાત કહી હતી. કહ્યું કે પાકિસ્તાન જે રીતે કોવિડમાંથી બહાર આવ્યું છે. અલ્લાહે આપણને તેમાંથી બહાર કાઢ્યા તેના દુનિયાભરના લોકો વખાણ કરે છે. અમે અમારી અર્થવ્યવસ્થા પણ બચાવી છે, અમારા લોકોના જીવ પણ બચાવ્યાં છે. 

ભારતનો ઉલ્લેખ કરતા ઈમરાન ખાને કહ્યું કે, ભારતનો વિકાસ દર અમારા કરતા કેટલો વધુ હતો. પરંતુ તેમનો વિકાસ દર માઈનસ થઈ ગયો, તેમના લોકોને ખબર નથી કે કોરોનામાં કેટલા લોકો મૃત્યું પામ્યા છે. કોઈ કહે છે કે 10 લાખ મૃત્યું પામ્યા, કોઈ કહે છે કે 30 લાખ મૃત્યું પામ્યા. અહીં જુઓ કે અલ્લાહે કેટલી મહેરબાની કરી છે. 

ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાનમાં લોકડાઉન લાદવા માટે તેમના પર ઘણું દબાણ કરવામાં આવ્યું હતું પરંતુ તેમણે વિપરીત નિર્ણય લીધો જેનાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ફાયદો થયો. દાવો કર્યો કે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન તેમના જેવા નિર્ણયોનું પાલન કરી રહ્યાં છે. ઈમરાન ખાને પાકિસ્તાન અને ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની પણ સરખામણી કરી હતી. 'પાકિસ્તાનમાં હજુ પણ બધું સસ્તું છે. અમારા પેટ્રોલ અને ડીઝલના ભાવ તપાસો અને ભારત સાથે સરખામણી કરતા પાકિસ્તાન સૌથી સસ્તો દેશ છે.

સાઉદી અરેબિયા, ચીન અને યુએઈએ લોન આપીને પાકિસ્તાનને નાદારીથી બચાવ્યું છે. ઈમરાન ખાને એમ પણ કહ્યું કે જો પાકિસ્તાનની નિકાસ નહીં વધે તો ફરી એકવાર આઈએમએફ પાસે જવું પડશે. જો કે અહીં દેવામાં ડૂૂબેલું પાકિસ્તાન હવે ભારતને કોઇને કોઇ રીતે ટીકા કરી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch