ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તેઓ પાકિસ્તાન મુસ્લિમ લીગના સુપ્રીમો નવાઝ શરીફની પાકિસ્તાન બહારની સંપત્તિ વિશે ઝાટકણી કાઢી રહ્યાં છે. તેમણે ભારત અને પાકિસ્તાનની તુલના કરતા પીએમ મોદીના કામના વખાણ કર્યાં છે.
નવાઝ શરીફ પર આકરા પ્રહારો કરતાં ઇમરાન ખાને કહ્યું કે નવાઝ સિવાય દુનિયાના અન્ય કોઇ નેતા પાસે અબજોની સંપત્તિ નથી. "મને એવા દેશ વિશે કહો કે જેના વડાપ્રધાન અથવા નેતા પાસે દેશની બહાર અબજો રૂપિયાની સંપત્તિ છે. આપણા પાડોશી દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ભારતની બહાર કેટલી સંપત્તિ છે ? ઇમરાન ખાને કહ્યું, નવાઝ પાસે વિદેશમાં કેટલી સંપત્તિ છે તેની કોઇ કલ્પના પણ કરી શકે નહીં.
આ પહેલીવાર નથી જ્યારે ઈમરાન ખાને મોદીના વખાણ કર્યા હોય.પહેલા પણ તેઓ ઘણા પ્રસંગોએ ભારતની વિદેશ નીતિના વખાણ કરતા જોવા મળ્યાં હતા. ઇમરાન ખાને રશિયા પાસેથી ઓછી કિંમતે તેલ ખરીદવા બદલ ભારતના વખાણ કર્યાં હતા.તેમણે કહ્યું કે તેમની સરકાર પણ સ્વતંત્ર વિદેશ નીતિની મદદથી તેના પર કામ કરી રહી છે. તેમણે પાકિસ્તાન મુસ્લિમ લીગની (એન) આગેવાની હેઠળની સરકારને "માથા વિનાના ચિકનની જેમ ફરતી" સરકાર તરીકે વર્ણવી હતી.
ઇમરાન ખાને ટ્વીટ કર્યું હતું, ક્વાડનો ભાગ હોવા છતાં ભારત અમેરિકાના દબાણમાં આવ્યું ન હતું. લોકોને રાહત આપવા માટે રશિયા પાસેથી ઓછા ભાવે તેલ ખરીદ્યું હતું. અમારી સરકાર સ્વતંત્ર વિદેશ નીતિની મદદ પ્રાપ્ત કરીને કામ કરી રહી છે.
અગાઉ એપ્રિલમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ)ના વડાએ ભારતને "ખુદદાર કૌમ" તરીકે બિરદાવ્યું હતું. અવિશ્વાસ મત પહેલા રાષ્ટ્રને સંબોધનમાં તેમણે કહ્યું હતું, ભારતીયો ખુદ્દાર છે એટલે કે ખૂબ જ સ્વાભિમાની છે.કોઈ પણ મહાસત્તા ભારત માટે શરતો નક્કી ન કરી શકે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29