Thu,25 April 2024,6:50 pm
Print
header

પાકિસ્તાનમાં રહસ્યમય બિમારીને કારણે 14 બાળકો સહિત 18 લોકોનાં મોત

કરાંચીઃ પાકિસ્તાનના કરાંચી શહેરમાં એક રહસ્યમય બિમારીને કારણે 14 બાળકો સહિત 18 લોકોનાં મોત થયા છે. આરોગ્ય સેવાઓના નિયામક અબ્દુલ હમીદ જુમાનીએ રહસ્યમય રોગને કારણે એક વિસ્તારમાં 10 થી 25 જાન્યુઆરીની વચ્ચે આ મૃંત્યુની પુષ્ટિ કરી હતી. માવાચ ગોથ એ એક ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, જ્યાં રહેેતા લોકો મજૂરીકામ અને  માછીમારી કરે છે.

જુમાનીએ જણાવ્યું હતું કે આરોગ્ય ટીમ હાલમાં આ મૃંત્યુનું કારણ જાણવા માટે કામ કરી રહી છે, ત્યારે અમને શંકા છે કે આ બિમારી દરિયો કે પાણી સાથે સંબંધિત હોઈ શકે છે, કારણ કે ગોથ (ગામ) જ્યાં આ મૃંત્યુ થયા છે તે દરિયાકાંઠાના ક્ષેત્રની ખૂબ નજીક છે.

દર્દીઓમાં જોવા મળ્યાં હતા આ લક્ષણો  

જુમાનીએ જણાવ્યું કે મૃતકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમને સખત તાવ, ગળામાં સોજો અને શ્વાસ લેવામાં તકલીફ હતી. કેટલાક લોકોએ એવી પણ ફરિયાદ કરી છે કે છેલ્લા બે અઠવાડિયામાં આ વિસ્તારમાં વિચિત્ર ગંધ આવે છે. પર્યાવરણ એજન્સીએ આ વિસ્તારની ત્રણ ફેક્ટરીઓમાંથી સેમ્પલ લીધા છે અને ફેક્ટરી માલિકોની પૂછપરછ કરી રહ્યાં છે.

સિંધ સેન્ટર ફોર કેમિકલ સાયન્સિસના વડા ઇકબાલ ચૌધરીએ જણાવ્યું કે તેઓએ ફેક્ટરીઓમાંથી સોયાબીનના કેટલાક નમૂના લીધા છે અને તેઓ માને છે કે સોયા એલર્જી મૃત્યુનું કારણ બની શકે છે. હવામાં સોયાબીનની ધૂળના કણો પણ ગંભીર રોગોનું કારણ બની શકે છે અને મૃત્યુ અને હવાનું પ્રદૂષણ અને હવામાન મોટી ભૂમિકા ભજવે છે. અમે હજુ સુધી કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી અને નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch