Fri,19 April 2024,6:27 am
Print
header

હવે અમેરિકા પાકિસ્તાનની પડખે આવ્યું, મદદ કરવાની આપી ખાતરી

અમેરિકાઃ ગંભીર આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનને પોતાના જૂના સહયોગી અમેરિકાનો સાથ મળ્યો છે. પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. અહીં ભૂખમરાની સ્થિતિ છે, દરમિયાન અમેરિકી સરકારના પ્રવક્તા નેડ પ્રાઇસે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે અમેરિકા ઈચ્છે છે કે પાકિસ્તાન આર્થિક રીતે નિર્ભર બને. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 4.3 અરબ ડૉલર થઈ ગયો છે, જેનાથી માત્ર ત્રણ અઠવાડિયા માટે નિકાસની મંજૂરી મળશે. આવી સ્થિતિમાં જો પાકિસ્તાનને મદદ નહીં મળે તો તેની અર્થવ્યવસ્થા ખરાબ રીતે પડી ભાંગશે. 

અમેરિકન સરકારના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યું કે પાકિસ્તાનની આર્થિક કટોકટી એક પડકાર છે. અમે તેના પર નજર પણ રાખી રહ્યાં છીએ. પાકિસ્તાન આઈએમએફ અને આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ સાથે વાતચીત કરી રહ્યું છે. અમે પાકિસ્તાનને શક્ય એટલી મદદ કરીશું, જો કે તે પાકિસ્તાન અને આંતરરાષ્ટ્રીય આર્થિક સંસ્થાઓ વચ્ચેની બાબત છે.અમે ઇચ્છીએ છીએ કે પાકિસ્તાન આર્થિક રીતે નિર્ભર બને. 

પાકિસ્તાન IMF તરફથી આગામી હપ્તાની રાહ જોઇ રહ્યું છે, જેનાથી તેની સમસ્યાઓ હળવી થઇ શકે છે, પરંતુ આઇએમએફે હજુ પણ આગામી હપ્તા બંધ કરી દીધા છે. 6 જાન્યુઆરીએ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે આ મડાગાંઠનો અંત લાવવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જીવા સાથે વાતચીત કરી હતી. આઇએમએફે હાલ નવા હપ્તા જાહેર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આઈએમએફનું કહેવું છે કે પાકિસ્તાન છેલ્લો હપ્તો જાહેર કરતી વખતે આપેલા વચનનું પાલન નથી કરી રહ્યું. 

નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ એટલી કથળી ગઈ છે કે ત્યાં આવશ્યક ખાદ્ય ચીજોનું સંકટ ઉભું થયું છે. લોટ, કઠોળ સામાન્ય માણસની પહોંચની બહાર થઈ રહ્યાં છે, તેમજ લોટ અને કઠોળની અછતને કારણે સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે કહ્યું છે કે પાકિસ્તાને ભારત સાથે ત્રણ યુદ્ધ લડ્યા છે. હવે પાકિસ્તાને તેનો પાઠ શીખી લીધો છે. આપણે બંને પાડોશી દેશો છીએ અને બંનેએ એકબીજા સાથે રહેવું પડશે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch