Thu,25 April 2024,11:00 pm
Print
header

ભૂકંપને કારણે રાત્રે ધણધણી ઉઠ્યું પાકિસ્તાન, 3.30 કલાકે 6 ની તીવ્રતાનો ભૂકંપ, 20 લોકોનાં મોત

કરાચીઃ પાકિસ્તાનમાં ગુરુવાર સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. જેમાં 20 લોકોના મોત થઇ ગયા છે મોતનો આંકડો વધી શકે છે. ભૂકંપને કારણે અનેક લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના હરનાઈ વિસ્તારમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી છે.જેનાથી અનેક બિલ્ડીંગોને ભારે નુકસાન થયું છે.

પાકિસ્તાનમાં આ ભૂકંપ આજે સવારે  સાડા ત્રણ કલાકે આવ્યો હતો. જે બાદ હડકંપ મચી ગયો હતો. લોકો ઘરમાં ઉંઘી રહ્યાં હતા તેવા જ સમયે આ આંચકા આવ્યાં હતા ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓના કહેવા પ્રમાણે મૃતકોની સંખ્યા વધી શકે છે.

સુહેલ અનવર હાશમીએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે છત અને દિવાલ ધરાશાયી થવાના અનેક બનાવો છે. ઇમરાન સરકારના મંત્રી મીર જિયા ઉલ્લાહે જણાવ્યું ભૂકંપને કારણે 20 લોકોના મોત થયા છે. જે વિસ્તારમાં ભૂકંપ આવ્યો ત્યાંના ડેપ્યુ કમિશ્નરે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે,  200 જેટલા લોકો ઘાયલ થયા છે, મૃતકોની સંખ્યા વધી શકે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch