Thu,25 April 2024,10:37 pm
Print
header

પાકિસ્તાનનું બાળક રસ્તો ભટકીને ભારતની સરહદમાં આવી ગયું, જાણો પછી BSF એ શું કરી મદદ ?

બાડમેરઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ભલે તનાવ રહેતો હોય પરંતુ બીએસએફના જવાનોના દિલમાં એક બાળક માટે પ્રેમ પણ છે સરહદ પર ઘૂસણખોરીને કારણે સેનાના જવાનો એલર્ટ હોય છે આ દરમિયાન બાડમેર પર આવેલી ભારત-પાકિસ્તાન બોર્ડર પર એક પાકિસ્તાની બાળક ભારતની સરહદમાં આવી ગયું હતુ.

2 એપ્રિલના રોજ એક આઠ વર્ષનું બાળક ભારતની સીમામાં આવી ગયું હતુ અને બીએસએફના જવાનોએ તેની પૂછપરછ કરતા તે ગભરાઇ ગયો હતો જો કે જવાનોએ પછી તેની સાથે શાંતિથી વાત કરીને પૂછપરછ કરી હતી. તેને બિસ્કીટ અને પાણી પણ આપ્યું હતુ કરિમ નામનો આ બાળક સરહદથી ત્રણ કિ.મી અંદર પાકિસ્તાનમાં આવેલા સોમરાર ગામમાં રહે છે અને તે રસ્તો ભટકી જતા અહીં આવી ગયો હતો. બાદમાં બંને દેશના અધિકારીઓ વચ્ચે ફ્લેગ મીટિંગ થઇ હતી અને બાળકને પાછું પાકિસ્તાનને સોંપી દેવામાં આવ્યું છે. જે બાળકનો તેના પરિવાર સાથે ભેટો થતા પાકિસ્તાની સેના અને બાળકના પરિવારે ભારતીય સૈન્યનો આભાર માન્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch