Sat,20 April 2024,1:57 pm
Print
header

ઈમરાન ખાન સરકારે નમવું પડ્યું, ભારતમાંથી ખાંડ અને કપાસની આયાત કરવા આપી મંજૂરી

નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં જ સરહદ પર યુદ્ધ વિરામ ભંગ ન થાય તે માટે કરાર કર્યાં બાદ હવે વ્યાપાર ક્ષેત્રમાં પણ એક મહત્વનો નિર્ણય કરાયો છે. પાકિસ્તાને તેના ખાનગી ક્ષેત્રને ભારતમાંથી ખાંડ અને કપાસની આયાતની મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાન સરકારના નિર્ણય મુજબ ભારતમાંથી તેના ખાનગી વેપારીઓ પાંચ લાખ ટન ખાંડ આયાત કરી શકશે  ઉપરાંત કપાસની આયાત માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

ભારતે વિશ્વમાં કપાસનું સૌથી મોટું ઉત્પાદક રાષ્ટ્ર છે અને ખાંડ ઉત્પાદનમાં બીજો નંબર ધરાવે છે. હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બંને દેશો વચ્ચે વધુ સારા સંબંધો બનાવવા અપીલ કરી હતી.

હવે પાકના કપાસની આયાતના નિર્ણયથી સૌરાષ્ટ્રના કપાસ ઉત્પાદક ખેડૂતોને પણ પાકિસ્તાનમાં નિકાસની તક મળશે.જયારે ભારત ખાંડની ઉત્પાદનમાં સરપ્લસ સ્થિતિ છે અને તેથી પણ ફાયદો થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વ્યાપાર સંબંધ લાંબા સમયથી ઠપ્પ પડેલા હતા તેને હવે વેગ મળશે. અગાઉ બાલાકોટ એરસ્ટ્રાઇક વખતથી બંને દેશો વચ્ચે સંબંધો ખરાબ થયા હતા પરંતુ હવે ઇમરાન સરકારે નમવું પડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch