Sat,20 April 2024,9:02 am
Print
header

કરાંચી એરપોર્ટ પાસેના રહેણાંક વિસ્તારમાં પેસેન્જર વિમાન ક્રેશ, 97 લોકોનાં મોત

પાકિસ્તાનઃ લાહોરથી કરાંચી જઇ રહેલું પેસેન્જર વિમાન લેન્ડિંગની મીનિટો પહેલા જ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઇ ગયું છે, જેમાં 5 બાળકો સહિત 100 જેટલા મુસાફરો સવાર હતા, જેમાંથી 97 લોકોનાં મોત થઇ ગયા છે. મૃતદેહો બહાર કાઢવાની કામગીરી કરાઇ રહી છે.પ્લેનનું એન્જિન ફેઇલ થઇ જતા કરાંચી એરપોર્ટ નજીકના રહેણાંક વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાઇ છે. 

પાકિસ્તાન એરલાઇન્સનું પેસેન્જર વિમાન એરબસ A-320 કરાચીમાં જીન્હા ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક જ ક્રેશ થઇ ગયું છે. હજુ સુધી મોતનો આંકડો સામે આવ્યો નથી, પ્લેન જે રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે, ત્યા પણ ઘણું નુકસાન થયું છે, જો કે હાલમાં અહી આગ બુજાવી દેવામાં આવી છે. અને બચાવ કામગીરી ચાલી રહી છે.

પ્લેન ક્રેશની 10 મીનિટ પહેલા પાયલોટ સજ્જાદ ગુલનો એર ટ્ર્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તુટી ગયો હતો. તેના પહેલા વાતચીતમાં પાયલોટે કહ્યું હતુ કે અમારા વિમાનનું એન્જિન ફેઇલ થઇ ગયું છે. પાયલોટે લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વ્હિલ ન ખુલતા બહુ મોડું થઇ ગયું હતુ.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch