Sat,20 April 2024,5:56 pm
Print
header

કોરોનાના કેસ ઘટતા જ મોદી સરકારે અન્ય દિશામાં શરૂ કર્યું કામ, પાકિસ્તાન સહિતના 3 દેશોના નાગરિકોને મળશે ભારતની નાગરિકતા

નવી દિલ્હીઃ કોરોનાને કારણે દેશમાં નાગરિકતા કાયદા સહિતના મુદ્દાઓ દબાઇ ગયા હતા જો કે હવે કોરોનાના કેસ ઓછા થતા મોદી સરકારે અન્ય દિશામાં કામ શરૂ કર્યું છે, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા બિન મુસ્લિમ શરણાર્થીઓને હવે ભારતની નાગરિકતા મળશે. જે માટે કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નાગરિકતા કાયદો 1955 અને 2009માં કાયદા અંતર્ગત બનાવવામાં આવેલા નિયમો મુજબ આદેશના તાત્કાલિક અમલીકરણ માટે જાહેરાત કરી હતી જે મુજબ હવે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ અને પંજાબ સહિતના રાજ્યોમાં રહેતા હિંદુ, શીખ, જૈન અને બૌદ્ધ જેવા બિનમુસ્લિમ નાગરિકો પાસેથી નાગરિકતા માટે આવેદનો મંગાવ્યા છે. ટૂંક સમયમાં જ પ્રક્રિયા પુરી કરીને તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવશે.

નોંધનિય છે કે 2019માં CAA નાગરિકતા સંશોધન કાયદાને લઇને દિલ્હી સહિતના શહેરોમાં તોફાનો થયા હતા બાદમાં કોરોનાને કારણે આ વિરોધ શાંત થયો હતો.
હવે આ કાયદા પ્રમાણે 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવેલા બિનમુસ્લિમ શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાનું શરૂ થઇ ગયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch