Thu,25 April 2024,5:52 pm
Print
header

પાકિસ્તાનમાં PM મોદીનું નામ લઇને વિરોધીઓ પર વરસ્યાં ઇમરાન ખાન, કહ્યું હું નથી છોડવાનો ખુરશી- Gujarat Post

ઈસ્લામાબાદ: વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે મેં તમને લાઈવ સંબોધન કરવાનું નક્કી કર્યું છે. તેમણે માનવતા વિશે વાત કરીને કહ્યું આપણો દેશ તેના ઈતિહાસની નિર્ણાયક ક્ષણે પહોંચી ગયો છે. આપણી સામે બે રસ્તા છે,અમારે કયો રસ્તો અપનાવવો તે પહેલા હું તમારી સાથે મારા દિલની વાત કરીશ. સ્વતંત્ર લોકો જ સ્વાભિમાનનું મહત્વ જાણે છે. હું ભાગ્યશાળી છું કે મારો જન્મ સ્વતંત્ર પાકિસ્તાનમાં થયો છે. મારા માતા-પિતા હંમેશા કહેતા હતા કે તમે ભાગ્યશાળી છો કે તમે આઝાદ દેશમાં જન્મ્યા છો. હું આઝાદી પછી જન્મેલી દેશની પહેલી પેઢીમાંથી છું.

જ્યારે મેં રાજનીતિમાં જોડાવાનું નક્કી કર્યું ત્યારે લોકોએ કહ્યું કે હું આવું કેમ કરી રહ્યો છું. ભગવાને મને બધું જ આપ્યું છે અને હું તેના માટે આભારી છું. હું એક મિશન સાથે રાજકારણમાં આવ્યો હતો જ્યારે હું રાજકારણમાં આવ્યો ત્યારે મારા ત્રણ લક્ષ્યો હતા ન્યાય, માનવતા અને આત્મનિર્ભરતા.

હું રાજકારણમાં આવ્યો કારણ કે મને લાગ્યું કે જિન્નાહ જે પાકિસ્તાન માટે લડ્યા હતા તે પાકિસ્તાન બિલકુલ નથી. 'હું ન્યાય અને સ્વાભિમાન માટે રાજકારણમાં આવ્યો છું. મુસ્લિમ સમાજ કોઈને ગુલામ બનાવતો નથી. તે અલ્લાહ સિવાય કોઈની આગળ ઝૂકતો નથી. હું કોઈને આગળ નમીશ નહીં અને હું મારા સમુદાયને ઝુકવા દઈશ નહીં. ખાને તેમના સંબોધનમાં 'ધમકીભર્યા પત્ર'ના સંબંધમાં શંકાના ઘેરામાં અમેરિકાનું નામ આપ્યું હતું. કહ્યું કે ત્રણ કઠપૂતળીઓ વિદેશી શક્તિઓ સાથે કામ કરી રહી છે એમ કહીને વિરોધીઓની ઝાટકણી કાઢી છે.

કહ્યું પાકિસ્તાન આતંકવાદની વિરુદ્ધ છે. આદિવાસી વિસ્તારો તેના વિશે વધુ સારી રીતે જાણે છે. હું ન તો હિંદુસ્તાન વિરોધી છું કે ન તો અમેરિકા વિરોધી. ભારત અને અમેરિકામાં મારા ઘણા મિત્રો છે. મને કોઈની સામે કોઈ દ્વેષ નથી. હું માત્ર તેમની નીતિઓની ટીકા કરું છું.અમને કહેવામાં આવ્યું હતું કે જો અમે અમેરિકાને સમર્થન નહીં આપીએ તો તે અમારા માટે સારું નહીં હોય.

9/11 દરમિયાન અમે કહ્યું હતું કે જો અમેરિકામાં આતંકવાદી ઘટના બને છે તો આપણે તેમને મદદ કરવી જોઈએ, પરંતુ આ અમારી લડાઈ નહોતી. અમેરિકાનો વકીલ બનવું પરવેઝ મુશર્રફની મોટી ભૂલ હતી, હું સ્વતંત્ર વિદેશ નીતિના પક્ષમાં છું. 'હું ક્રિકેટર રહ્યો છું. હું છેલ્લા બોલ સુધી હાર માનીશ નહીં. હું રાજીનામું આપીશ નહીં અને અંત સુધી આ લડાઈ લડીશ. પાકિસ્તાનના ભવિષ્યનો નિર્ણય રવિવારે થશે. અવિશ્વાસ પ્રસ્તાવ પાકિસ્તાનનું ભવિષ્ય નક્કી કરશે.

નવાઝ શરીફ નરેન્દ્ર મોદીને ખાનગી રીતે મળતા હતા

બરખા દત્તના પુસ્તકમાં દાવો છે કે પૂર્વ પીએમ અને ઇમરાનના વિરોધી નવાઝ શરીફ તેમની સેનાથી બચવા માટે નરેન્દ્ર મોદીને ખાનગી રીતે નેપાળમાં મળ્યાં હતા. કોઈ કલ્પના કરી શકે છે કે આપણા આર્મી ચીફ બાજવાને આતંકવાદી કહેવા જોઈએ. મોદી આપણા રાહિલ શરીફને આતંકવાદી કહેતા હતા. હું કોઈની વિરુદ્ધ બોલતો નથી. મારી સૌથી મોટી જવાબદારી મારા 22 કરોડ લોકોની છે, તેમના માટે વિદેશ નીતિ બનાવવી પડશે. હાલમાં ઇમરાને મોદીના નામ વિરોધીઓ પર પ્રહાર કર્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch