Wed,24 April 2024,10:39 pm
Print
header

ઇમરાન ખાન ડ્રગ્સ અને કોકેઇનના એડિક્ટ, નશા વગર 2 કલાક પણ નથી રહી શકતાઃ પાક મંત્રીનું મોટું નિવેદન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. પીએમની ખુરશી છીનવાઇ ગયા પછી તેમના પર એક પછી એક આરોપો લાગી રહ્યાં છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગૃહમંત્રી અતા તરાડે પૂર્વ પીએમ ઈમરાન ખાન પર ગંભીર આરોપ લગાવ્યાં છે. તેમનું કહેવું છે કે ઈમરાન ખાનને શરૂઆતથી જ ડ્રગ્સ લેવાની લત છે. સરકાર જાણે છે કે ઈમરાનના આલીશાન બંગલામાં ડ્રગ્સ કોણ પહોંચાડે છે. ઈમરાન ખાન એટલો મોટો ડ્રગ એડિક્ટ છે કે તે ચરસ અને કોકેઈન વગર 2 કલાક પણ નથી રહી શકતો.

જો કે ઈમરાન ખાન પર આ પ્રકારના આરોપો લાગ્યા છે તે પહેલીવાર નથી. વર્ષ 2020ની શરૂઆતમાં ઈમરાનના નજીકના મિત્ર અને પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર સરફરાઝ નવાઝે ટીવી પર ખુલ્લેઆમ આવા જ આરોપ લગાવ્યાં હતા. બાદમાં ઈમરાનની બીજા છૂટાછેડા લીધેલી પત્ની રેહમે પોતે પણ ઈમરાન ખાન પર ડ્રગ્સની લત હોવાનો આરોપ લગાવ્યો હતો.

લાહોરમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં પંજાબ પ્રાંતના ગૃહમંત્રી અતાએ કહ્યું કે, ડ્રગ્સ લેવા બદલ ઈમરાન ખાનની ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. તેમ છતાં અમે તે કરવા માંગતા નથી. ઈમરાન નશા વગર જેલમાં કેવી રીતે જીવી શકશે. તેનું આલીશાન ઘર,  જે અનેક એકરમાં ફેલાયેલું છે, ત્યાં ડ્રગ્સનો સપ્લાય થાય છે. શા માટે આપણે તેના વ્યસન વિશે વાત ન કરીએ. જ્યારે તે ક્રિકેટર હતો ત્યારથી તે ચરસનો ઉપયોગ કરી રહ્યો છે. ઈમરાન જેલમાં જવા માંગતો નથી કારણ કે તેને ખબર છે કે અમે તેને જેલમાં કોકેઈન નહીં આપીએ. 

ઈમરાનની પત્ની અને તેની મિત્રએ અબજોનું કૌભાંડ કર્યું હતું

આ પ્રેસ કોન્ફરન્સમાં અતા સાથે કાયદા મંત્રી મલિક મોહમ્મદ અહેમદ ખાન પણ હાજર હતા. મલિકે કહ્યું- ઈમરાનની પત્ની બુશરા બીબી અને તેની ફરાર મિત્ર ફરાહ ખાને અબજો રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. 60 કરોડની જમીન 8 કરોડમાં ખરીદી હતી, તે પણ એવા વિસ્તારમાં જ્યાં જમીન ખરીદી શકાતી નથી. તેની તપાસ ચાલી રહી છે.

રેહમ ખાન ઈમરાન ખાનની બીજી પત્ની હતી. ઈમરાન સાથેના લગ્નને એક વર્ષ પણ ટકી ન હતી. રેહમે પોતાના પુસ્તકમાં ઈમરાનને ડ્રગ એડિક્ટ, હોમોસેક્સ્યુઅલ ગણાવ્યો હતો. ખાસ વાત એ છે કે ઈમરાન રેહમને નુકસાન પહોંચાડી શક્યા નથી, પરંતુ ટીવી શોમાં રેહમના પુસ્તકનો ઉલ્લેખ કરનારા પત્રકારોને તેની ભારે કિંમત ચૂકવવી પડી હતી.

સરફરાઝ નવાઝ જે પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હતો અને ઈમરાનનો નજીકનો મિત્ર હતો. તેણે ટીવી ઈન્ટરવ્યૂંમાં ખુલાસો કર્યો હતો કે 1987માં જ્યારે ઈમરાન અન્ય ક્રિકેટરો સાથે મારા ઘરે આવ્યો હતો ત્યારે તેણે ત્યાં કોકેઈન લીધું હતું. તેણે આ ઈન્ટરવ્યૂં 2020માં આપ્યો હતો. કહ્યું હતુ કે તે લાંબા સમયથી ડ્રગ્સ લે છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch