Thu,25 April 2024,6:56 pm
Print
header

Big News- પાકિસ્તાનના F-16એ ભારતના સ્પાઇસજેટના વિમાનને ઘેરી લીધું હતુ, પાયલોટ પાસે માહિતી માંગી હતી

નવી દિલ્હીઃ પાકિસ્તાનની વધુ એક અવળચંડાઇ સામે આવી છે, ગત 23 સપ્ટેમ્બરે પાકિસ્તાનના ફાઇટર જેટ F-16 વિમાનો દ્વારા દિલ્હીથી કાબૂલ જઇ રહેલા સ્પાઈસ જેટના વિમાનને ઘેરી લેવામાં આવ્યું હતુ અને તે સમયે જ પાયલોટની પૂછપરછ કરવામાં આવી હતી, સાથે જ પ્લેનની ઉંચાઇ ઓછી કરવા પાયલોટને કહેવામાં આવ્યું હતુ, ન્યૂઝ એજન્સીનાં મતે સ્પાઈસ જેટના વિમાને એસજી-21એ દિલ્હીથી કાબૂલ માટે 120 પેસેન્જર સાથે ઉડાન ભરી હતી, જ્યારે ફાઇટર પ્લેન દ્વારા સ્પાઇસ જેટના પેસેન્જર પ્લેનને ઘેરી લેવામાં આવ્યું હતુ ત્યારે કેપ્ટને પાકિસ્તાની એફ-16ના પાયલટને જણાવ્યું હતુ કે આ સ્પાઈસજેટ ભારતીય કમર્શિયલ એરક્રાફટ છે.અને તે કાબૂલ જઇ રહ્યું છે. 

મુસાફરોમાં ડર ફેલાઇ ગયો હતો 

દરેક ફલાઈટનો ઓપન કોડ હોય છે. સ્પાઈસજેટને એજન્સી તરીકે ઓળખવામાં આવે છે, આ કારણે પાકિસ્તાની ATC(એર ટ્રાફિક કન્ટ્રોલ)એ સ્પાઈસજેટને ભૂલથી AI એટલે કે ઈન્ડિયન આર્મી કે ઈન્ડિયન એરફોર્સ સમજી લીધું હતુ, જેને આધારે તેમને F-16 ફાઇટ પ્લેન મોકલ્યાં હતા, બાદમાં ભૂલ સમજાતા પાકિસ્તાને અફઘાનિસ્તાન એરસ્પેસ સુધી ભારતીય પ્લેન સ્પાઇસજેટને એસ્કોર્ટ કર્યું હતુ, જ્યારે પ્લેને કાબૂલમાં લેન્ડિંગ કર્યું હતુ ત્યારે તેમાં બેઠેલા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch