Tue,23 April 2024,7:41 pm
Print
header

સાવધાન પાકિસ્તાન, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું જરૂર પડશે તો પરમાણું હથિયારોનો ઉપયોગ કરાશે

જમ્મુ-કાશ્મીર મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે સ્થિતિ તંગ બની રહી છે, પાકિસ્તાન વારંવાર ભારતને યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે અને દુનિયાભરમાં ભારત વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યું છે, ત્યારે હવે ભારતે પણ તેને જવાબ આપવાની જોરદાર તૈયારી બતાવી છે, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે જો જરૂર પડશે તો ભારત પાકિસ્તાન વિરુદ્ધ પરમાણું હથિયારોના ઉપયોગની નીતિ બદલશે, અને દુશ્મનોને જડબાતોડ જવાબ આપવામાં આવશે, ભારતની નીતિ રહી છે કે તે કોઇ પણ યુદ્ધમાં પહેલા પરમાણું હથિયારોનો ઉપયોગ નહીં કરે પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયની પ્રથમ પુણ્યતિથિ છે, અને પોખરણ પરમાણું પરિક્ષણ કરીને અટલજીએ દુનિયા આખીને ચોંકાવી દીધી હતી, ભારત રાજસ્થાનના ખોખરણથી જ પરમાણું દેશ બન્યો હતો,રાજનાથસિંહ આજે પોખરણ પહોંચ્યાં હતા, તેમને અટલજીને શ્રદ્ધાંજલી આપીને દુશ્મનોને સાવચેત કર્યા હતા.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch