પૂણે: ઑક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત અને સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (SII) દ્વારા બનાવવામાં આવી રહેલી કોરોના વેક્સીનનું મનુષ્ય પર ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ સોમવારે પૂણેની સરકારી સસૂન જનરલ હોસ્પિટલમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી છે.
સસૂન જનરલ હોસ્પિટલના ડીન ડૉ. મુરલીધર તાંબેએ જણાવ્યું કે, ‘અમે સંભવિત વેક્સીન (કોવિશીલ્ડ)ના ત્રીજા ફેઝનું ટ્રાયલ શરુ કરી દીધું છે. અમે 150 થી 200 વૉલિટિયર્સને વેક્સીન લગાવીશું. બીજા તબક્કા હેઠળ આ વેક્સીનનું ટ્રાયલ ભારતી વિદ્યાપીઠ ચિકિત્સા મહાવિદ્યાલય અને કેઈએમ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.’
ઉલ્લેખનીય છે કે, ઑક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત આ વેક્સીનનું પ્રોડક્શન કરવામાં SII બ્રિટિશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનેકાનો કરાર છે. આ મહીનાની શરુઆતમાં SIIએ સમગ્ર દેશમાં રસીનું પરીક્ષણ રોકી દીધું હતું.
ડીસીજીઆઈએ 11 સપ્ટેમ્બરે આગામી આદેશ સુધી SII દ્વારા રસીના બીજા તથા ત્રીજા તબક્કાનું ટ્રાયલ સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ નિર્ણય એસ્ટ્રાજેનેકા કંપની દ્વારા એક વોલિંટિયર પર આડ અસર દેખાતા લેવામાં આવ્યો હતો. જો કે, ડીસીજીઆઈ એ 15 સપ્ટેમ્બર રસીનું ટ્રાયલ ફરી શરુ કરવાની અનુમતિ SIIને આપી દીધી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03