Thu,25 April 2024,3:55 pm
Print
header

વરસાદની રાહ, જાણો રાજ્યમાં કેટલા ટકા વરસાદની છે ઘટ

અમદાવાદઃ રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાછલા ત્રણ ચાર દિવસથી મેઘરાજાએ થોડી જમાવટ કરી છે પરંતુ તેમાં અમદાવાદને બાકાત રાખ્યું છે. શ્રાવણ મહિનો અડધો વીતી ગયો હોવા છતાં અમદાવાદ અને રાજ્યના અનેક વિસ્તારોમાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. અમદાવાદમાં 61 ટકા અને ગુજરાતમાં 59 ટકા વરસાદની ઘટ છે.

જીએસડીએમએના ડેટા મુજબ અમદાવાદ માં અત્યાર સુધીમાં 330 એમએમ વરસાદ પડ્યો છે, આ સમયગાળા દરમિયાન સરેરાશ 796 એમએમ વરસાદ વરસતો હોય છે. જે 61 ટકાની ઘટ સૂચવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 840 એમએમ સરેરાશની સામે 348 એમએમ વરસાદ પડ્યો છે. આમ રાજ્યમાં 59 ટકા વરસાદની ઘટ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર 26 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં મેઘમહેર થશે. આજે  સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અને 24-25-26 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 41 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં 50.72  ટકા પડ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં 36.77 ટકા, કચ્છ માં 31.74 ટકા, ઉત્તર ગુજરાતમાં 31.95 ટકા અને મધ્ય ગુજરાતમાં 37.87 ટકા વરસાદ પડ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch