અમદાવાદઃ ગુજરાત પર એકથી વધારે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન આજે ભાવનગરના મહુવામાં બપોરે 2 થી 4 વાગ્યાના માત્ર બે કલાકમાં જ 3.15 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત રાજુલા સહિત આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં છે.
હવામાન વિભાગે 10 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. હાલમાં રાજ્ય પર 5 શક્તિશાળી હવામાન સિસ્ટમો એકસાથે સક્રિય થઈ હોવાથી આગામી દિવસો ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે. 7 જુલાઈ સુધી ગાજવીજ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને વીજળી પડવાની સંભાવના છે.
અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ફરી જોરદાર એન્ટ્રી કરતાં રાજુલા, જાફરાબાદ અને પીપાવાવના સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જાફરાબાદ શહેર અને તાલુકામાં અત્યંત ભારે વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે. જાફરાબાદના લાઈટ હાઉસ વિસ્તારમાં દરિયાએ ફરી તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે પવન અને ઊંચા મોજાંને કારણે દરિયાકાંઠે જોખમી સ્થિતિ સર્જાઈ છે, જેના પગલે સ્થાનિક તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી રહી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, ગુજરાતમાં ચાલુ સિઝનનો સરેરાશ 13.27% વરસાદ વરસી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 17.11 ટકા નોંધાયો છે. જ્યારે, સૌરાષ્ટ્રમાં 15.38 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 10.87 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.79 ટકા તથા કચ્છ ઝોનમાં માત્ર 0.40 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
સારા સમાચાર ! ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ રૂ.14,000 ની સહાય મળશે, અહીં અરજી કરો | 2026-07-13 14:54:29
ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાયા, બંને બાળકો સારવાર હેઠળ | 2026-07-12 08:45:28
જૂનાગઢમાં કાર અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, 4 લોકોનાં મોતથી મચી સનસની | 2026-07-11 11:34:15