Wed,17 April 2024,5:14 am
Print
header

Corona virus: દેશમાં ત્રણ દિવસમાં નોંધાયા 11 લાખથી વધુ કેસ, જાણો આજનો આંકડો

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે મે મહિનાના પ્રથમ દિવસે દેશમાં ચાર લાખથી વધુ કેસ નોંધાયા હતા. જે બાદ ક્રમશઃ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમ છતાં ચાલુ મહિનાના ત્રણ દિવસમાં જ 11 લાખથી વધુ કેસ અને 10 હજારથી વધુ લોકોના કોરોનાથી મોત થઇ ગયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આંકડા પ્રમાણે
દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,68,147 નવા કેસ નોંધાયા હતા 3417 લોકોના મોત થયા હતા. જ્યારે વધુ 3,00,732થી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

દેશમાં કુલ કોરોનાના કેસ બે કરોડ નજીક પહોંચવા આવ્યાં છે. કુલ કેસ 1,99,25,604 થયા છે. જ્યારે 1,62,93,003 લોકો કોરોનાને હરાવી ચુક્યા છે. કુલ મૃત્યુઆંક 2,18,959 છે. એક્ટિવ કેસ 34,13,642 છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch