નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે સોશિયલ મીડિયા અને ઓટીટી પ્લેટફોર્મ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે પત્રકાર પરિષદમાં માર્ગદર્શિકાની જાહેરાત કરી છે. આ સાથે જ સરકારે ઓટીટી પ્લેટફોર્મ્સ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી છે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે, સોશિયલ મીડિયા પર ખોટી ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હવે સરકાર સોશિયલ મીડિયા પર આપત્તિજનક સામગ્રીને ચલાવી લેશે નહીં. તેમણે કહ્યું કે અમે જોયું છે કે હવે લોકો હિંસા ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે. હવે સોશિયલ મીડિયાનું ત્રણ સ્તર પર ધ્યાન રાખવામાં આવશે. કંપનીઓએ ચીફ કમ્પલાયન્સ ઓફિસની નિમણૂંક કરવી પડશે જે ફરિયાદનું સમાધાન કરશે. કંપનીઓએ મહિલાઓ વિરૂદ્ધ આપત્તિજનક પોસ્ટ 24 કલાકની અંદર હટાવવી પડશે. કંપનીઓએ નિયમોનું પાલન કરીને દર મહિને સરકારને રિપોર્ટ આપવો પડશે.
રવિશંકર પ્રસાદે કહ્યું કે કોઇ જો પહેલા આપત્તિજનક પોસ્ટ મુકશે તો તેની સામે કાર્યવાહી કરાશે, ત્રણ મહિનાની અંદર નિયમોનું પાલન કરવાનું રહેશે. બે પ્રકારની કેટેગરી છે સોશિયલ મીડિયા ઇંટરમીડિયરી અને સિગ્નિફિકેંડ સોશિયલ મીડિયા ઇંટરમીડિયરી. બધાને ગ્રીવાંસ રીડ્રેસલ મેકિનેઝિમ બનાવવું પડશે. 24 કલાકમાં ફરિયાદ નોંધાશે 14 દિવસમાં ઉકેલ લાવવામાં આવશે.જો યુઝર્સ સામે ખાસ કરીને મહિલાઓના સમ્માન સાથે ખિલવાડની ફરિયાદ થઇ તો 24 કલાકમાં કન્ટેન્ટ હટાવવું પડશે.આ તમામ બાબતે હવે સરકારે કડક નિયમો બનાવી દીધા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03