Thu,19 February 2026,12:08 am
Print
header

Operation Sindoor: ભારતની એર સ્ટ્રાઇક પર અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

  • Published By
  • 2025-05-07 08:08:27
  • /

નવી દિલ્હીઃ ભારતે પહેલગામ હુમલાનો બદલો લઇ લીધો છે, પીઓકેમાં એર સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓને ઠાર કર્યાં છે, ત્યારે દુનિયાની નજર હવે ભારત-પાકિસ્તાન પર છે, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હું હમણાં જ ઓફિસ આવ્યો છું અને મને ખબર પડી કે ભારતે એર સ્ટ્રાઇક કરી છે, પહેલાથી જ ખબર હતી કે કંઇક મોટું થવાનું હતુ.

ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે તનાવ છે અને તે હવે સમાપ્ત થશે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું કે હું ભારત અને પાકિસ્તાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે. શાંતિથી ઉકેલ માટે બંને દેશો સાથે ચર્ચા કરીશું.

ભારતની એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે, કે 'ન્યાય થયો, જય હિન્દ, મિસાઇલથી હુમલો, ભારતે આતંકવાદીઓના ઠંકાણાઓ પર જોરદાર હુમલો કરી દીધો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch