ચંડીગઢ: કેન્દ્રીય તપાસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી કાર્યવાહી કરીને પંજાબ પોલીસના ડીઆઈજી (ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ) લેવલના અધિકારીની ધરપકડ કરી છે. રોપડ રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લરને લાંચ લેવાના એક કેસમાં CBI દ્વારા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર્યવાહી મંડી ગોબિંદગઢના સ્ક્રેપના વેપારી સાથે જોડાયેલી ઘટનામાં કરવામાં આવી છે. વેપારીએ ડીઆઈજી ભુલ્લર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી કે તેમની પાસેથી એક કેસમાં રાહત આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવી હતી.આ ફરિયાદને આધારે CBIની ટીમે ટ્રેપ લગાવીને DIGને લાંચની રકમ સ્વીકારતા સમયે જ દબોચી લીધા હતા.
નોટોના બંડલ પણ મળી આવ્યાં
CBI એ આ કાર્યવાહી અત્યંત ગુપ્તતા સાથે પાર પાડી હતી. જેવા જ DIG હરચરણ સિંહ ભુલ્લરે લાંચની રકમ પકડી અને ટીમે ઘટના સ્થળેથી તેમની ધરપકડ કરી હતી.તેમની પાસેથી નોટોના બંડલ જપ્ત કરવામાં આવ્યાં છે. આ ઘટના બાદ પંજાબ પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
આ ધરપકડ અંગે પ્રતિક્રિયા આપતા બલતેજ પન્નુએ સ્પષ્ટતા કરી કે, પંજાબ સરકાર કોઈ પણ સ્તરે ભ્રષ્ટાચારને સહન કરશે નહીં. આ કાર્યવાહીને પંજાબમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબેશનો એક ભાગ છે. હાલ CBI દ્વારા આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવશે. આ કેસ અંગે વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે અને CBI દ્વારા સત્તાવાર નિવેદનની અપેક્ષા છે.
VIDEO | CBI arrests Punjab Police DIG Harcharan Bhullar in a graft case.
— Press Trust of India (@PTI_News) October 16, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/PAA5a8sZ9R
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
ટીમ ઈન્ડિયામાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી: તિલક વર્મા કેપ્ટન | 2026-05-14 16:47:14
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16