રાજકોટમાં હત્યાનો સિલસિલો યથાવત
ભક્તિનગર પોલીસે ત્રણેયની ધરપકડ કરી
રાજકોટ: શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. હુડકો પોલીસ ચોકી પાછળ આવેલા ક્વાર્ટર્સમાં સામાન્ય ઘરકંકાસે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પત્ની અને તેના બે પુત્રોએ મળીને ઘરના મોભીની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકનું નામ નરેશભાઈ નટુભાઈ વ્યાસ (ઉંમર આશરે 40 વર્ષ) હોવાનું સામે આવ્યું છે.
ગુરુવારે રાત્રે નરેશભાઈ વ્યાસનો તેમની પત્ની અને બે પુત્રો સાથે કોઈ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ ઘરકંકાસ એટલો વધી ગયો કે આવેશમાં આવીને પરિવારના સભ્યોએ નરેશભાઈ પર છરીના ઘા ઝીંકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં નરેશભાઈને તાત્કાલિક સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
હત્યાના બનાવની જાણ થતાં જ ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તેમજ ડીસીપી અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ લાંબા સમયથી ચાલતો કૌટુંબિક ઝઘડો હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને પત્ની અને બંને પુત્રોની ધરપકડ કરી છે.
જો કે હત્યામાં છરીનો ઘા પત્નીએ માર્યો કે પુત્રોએ તે અંગેની મુખ્ય ભૂમિકા હજુ સ્પષ્ટ થઈ નથી. ભક્તિનગર પોલીસે ત્રણેયની આકરી પૂછપરછ શરૂ કરી છે, જેના આધારે ટૂંક સમયમાં જ હત્યા પાછળની સાચી હકીકત બહાર આવશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
Part- 1 અમારી આ 10 સ્ટોરી વાંચો, ગુજરાતની સ્ટેટ GST ઓફિસોમાં ભ્રષ્ટાચાર રોકવા સરકાર કેમ નિષ્ફળ ગઇ ? આ રહ્યાં ભ્રષ્ટ અધિકારીઓનાં કારનામાં | 2026-04-16 23:45:39
વડોદરામાં PI એ 2,00,000 રૂપિયાની લાંચ માંગી અને લાંચ લેનારો ઝડપાઇ ગયો | 2026-04-16 21:37:46
દ્વારકામાં શ્રમિક પરિવારના 3 બાળકો તળાવના પાણીમાં ડૂબ્યા, પરિવારને માથે આભ ફાટ્યું | 2026-04-15 09:48:21
રાજકોટ ખાતે શાસ્ત્રી મેદાનમાં શ્રીમદ્ રાજચંદ્રજીના 125 મા સમાધિદિન નિમિત્તે આધ્યાત્મિક સંગમનો ભવ્ય અનુભવ | 2026-04-13 17:23:14
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
રાજકોટ ભાજપમાં પરિવારવાદનો ગણગણાટ: જાણો કોણે કોના માટે ટિકિટ માંગી ? | 2026-04-09 18:25:18
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા | 2026-04-07 18:26:31