Mon,13 April 2026,1:03 pm
Print
header

અમેરિકા- ઈઝરાયેલના ભયાનક હુમલામાં ઈરાનની IRGCના ઈન્ટેલિજન્સ ચીફ મજીદ ખાદમીનું મોત

  • Published By Panna Patel
  • 2026-04-06 17:33:57
  • /

તેહરાન: અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા 38 દિવસથી ચાલી રહેલા સંઘર્ષમાં ઈરાનને વધુ એક મોટો ફટકો પડ્યો છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા સંયુક્ત સૈન્ય હુમલામાં ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC) ના ઈન્ટેલિજન્સ ચીફ મેજર જનરલ મજીદ ખાદમી માર્યા ગયા છે. ઈરાને સત્તાવાર રીતે આ સમાચારની પુષ્ટી કરી છે.

ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કૉર્પ્સે પોતાની સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર એક પોસ્ટ દ્વારા આ માહિતી શેર કરી છે. જેમાં જણાવાયું છે કે, દુશ્મન દેશો દ્વારા સવારે કરવામાં આવેલા હુમલામાં IRGCના ગુપ્તચર સંગઠનના વડા મેજર જનરલ મજીદ ખાદમી શહીદ થયા છે.

ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાઈલી કાર્ટજે આ હુમલાની પુષ્ટી કરતા જણાવ્યું કે, ઈઝરાયેલી કાર્યવાહીમાં ઈરાની ઈન્ટેલિજન્સ વડાનું મોત નીપજ્યું છે. બીજી તરફ, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, માજિદ ખાદેમી IRGCના સૌથી વરિષ્ઠ અને અનુભવી કમાન્ડરોમાંના એક હતા.તેઓ વૈશ્વિક સ્તરે આતંકવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવામાં અને ઈરાનમાં આંતરિક વિરોધ પ્રદર્શનો દરમિયાન સામાન્ય નાગરિકોના દમન માટે જવાબદાર હતા. તેમની એક્ઝિટથી ઈરાનના સૈન્ય અને જાસૂસી તંત્રને મોટું નુકસાન થશે.

જૂન-2026માં ઈઝરાયેલી હુમલામાં તત્કાલીન ઈન્ટેલિજન્સ પ્રમુખ મોહમ્મદ કાજમી અને ડેપ્યુટી પ્રમુખ હસન મોહાકિકના મોત બાદ ખાદમીને આ જવાબદારી સોંપાઈ હતી. તેઓ અગાઉ સંરક્ષણ મંત્રાલયમાં ગુપ્ત સુરક્ષા સંગઠનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યાં હતા. મજીદ ખાદમી ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા ખામેનેઈના અત્યંત નજીકના અને વિશ્વાસુ ગણાતા હતા.

આ હુમલા બાદ મધ્યપૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને ઈરાન હવે કેવો વળતો જવાબ આપે છે તેના પર વિશ્વની નજર છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch