ટોરેન્ટોઃ કેનેડામાં વધુ એક ભારતીયની હત્યા કરવામાં આવી છે.કેનેડાની ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ પાસે એક 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે જનતા પાસે મદદ માંગી છે. PhD ના વિદ્યાર્થી શિવાંક અવસ્થી મંગળવાર, 23 ડિસેમ્બરના રોજ બંદૂકની ગોળી વાગવાથી ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતા. પોલીસે જણાવ્યું કે આ વર્ષે ટોરોન્ટોમાં આ 41મી હત્યાની ઘટના છે.
પોલીસે બુધવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, મંગળવારે, લગભગ 3:34 વાગ્યે, પોલીસે હાઇલેન્ડ ક્રીક ટ્રેલ અને ઓલ્ડ કિંગ્સટન રોડ વિસ્તારમાં એક અજ્ઞાત સમસ્યા માટેના કોલનો જવાબ આપ્યો હતો.અધિકારીઓએ ગંભીર રીતે ઘાયલ વ્યક્તિના અહેવાલ પર કાર્યવાહી કરી હતી. અધિકારીઓએ બંદૂકની ગોળીથી ઘાયલ એક પુરુષ પીડિતને જોયો હતો. પીડિતને ઘટના સ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું કે, પોલીસ પહોંચે તે પહેલા શંકાસ્પદ શખ્સો વિસ્તારમાંથી ભાગી ગયા હતા.
આ હત્યાકાંડના સંબંધમાં કોઈ પણ પ્રકારની જાણકારી ધરાવતી વ્યક્તિને પોલીસનો 416-808-7400 પર, ક્રાઈમ સ્ટોપર્સનો ગુપ્ત રીતે 416-222-TIPS (8477) પર, અથવા www.222tips.com પર સંપર્ક કરવા માટે કહેવામાં આવ્યું છે.
We express deep anguish over the tragic death of a young Indian doctoral student, Mr. Shivank Avasthi, in a fatal shooting incident near the University of Toronto Scarborough Campus. The Consulate is in touch with the bereaved family during this difficult time, and is extending…
— IndiainToronto (@IndiainToronto) December 25, 2025
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
Fact Check: ઈરાન હિંસામાં 6 ભારતીય નાગરિકોની ધરપકડની વાતમાં સામે આવ્યું સત્ય, જાણો- રાજદૂતે શું કહ્યું ? | 2026-01-12 14:19:38
સીરિયામાં ISIS પર અમેરિકાનો મોટો હુમલો, ડઝનબંધ ઠેકાણાઓનો નાશ કર્યો | 2026-01-11 09:54:10
અમેરિકાના 500 ટકા ટેરિફની ધમકી પર ભારતનો જડબાતોડ જવાબ:અમે અમારી નીતિ બદલીશું નહીં | 2026-01-09 20:02:44
અમેરિકાના સોલ્ટ લેક સિટીમાં ચર્ચના પાર્કિંગમાં ગોળીબાર, 2 લોકોના મોત અને 6 ઘાયલ થયા | 2026-01-08 16:01:10
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03