વોશિંગ્ટન ડીસીઃ અમેરિકામાં ગુજરાતી વ્યક્તિના સ્ટોરમાં ફિલ્મી સ્ટાઇલમાં લૂંટ ચલાવવામાં આવી હતી. સાઉથ કેલિફોર્નિયાના આર્ટેસિયાના એરિયામાં આવેલા અંબર જ્વેલર્સમાં લૂંટની ઘટના બની હતી. બનાવની વિગતો એવી છે કે પહેલા સ્ટોરની લોખંડની જાળી આગળ એક કાર જોરથી અથડાઇ હતી, જેને કારણે દરવાજો તૂટી ગયો. જે બાદ અંદાજે 12 ધાડપાડુ સ્ટોરની અંદર ઘૂસી ગયા હતા. આ ઘટનામાં સ્ટોરની એક વ્યક્તિ ઘાયલ થઈ હતી.
ધાડપાડુ ત્રાટકતાં સ્ટોરના એક વ્યક્તિએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આટલી મોટી સંખ્યામાં લૂંટારુઓ હોવાથી તે કોઈને રોકી શક્યા નહીં. સ્ટોરમાં એ સમયે ત્રણ મહિલાઓ પણ હતી અને તે ડરના માર્યા કાઉન્ટર ટેબલની સાઇડમાં છુપાઈ ગઈ હતી. લૂંટ કેટલાની થઈ એનો ચોક્કસ આંકડો હજી સુધી સામે આવ્યો નથી.
ધાડપાડુઓએ સ્ટોરમાં કાચના કેબિનેટ હથોળીથી તોડીને સાથે લાવેલા પ્લાસ્ટિકના મોટા થેલામાં સોનાનાં ઘરેણાં તથા ઘડિયાળો લઇ ગયા હતા. કેટલાક ધાડપાડુઓ એકસાથે પાંચથી છ બોક્સ હાથમાં લઈને જતા જોવા મળ્યાં હતા.
ધાડપાડુઓ માત્ર 66 સેકન્ડમાં લૂંટ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા. આ લૂંટારુઓ પાંચ કાર લઈને આવ્યાં હતા. આ તમામ કારની નંબરપ્લેટ્સ ગુમ હતી. જ્યારે તેઓ સ્ટોરની બહાર નીકળ્યાં ત્યારે આસપાસની દુકાનોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો અને બધાએ પોતપોતાની દુકાનો ફટાફટ બંધ કરી દીધી હતી. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કલોલમાં એ.સી.બી ટ્રેપમાં એન્જિનિયર ફસાયા, રૂપિયા 8 હજારની લીધી હતી લાંચ | 2026-02-18 22:04:08
ગજરાતમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતા વધી | 2026-02-18 17:07:34
ગુજરાત બજેટઃ કરદાતાની સંખ્યા 13.96 લાખ પર પહોંચી, 6 શહેરોમાં GST બાયોમેટ્રિક વેરિફિકેશનની મળશે સુવિધા | 2026-02-18 15:44:26
ગુજરાત બજેટ 2026-27: રૂપિયા 4.08 લાખ કરોડનું વિક્રમી બજેટ રજૂ કરાયું | 2026-02-18 15:16:26
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
અમેરિકા: વિદ્યાર્થીઓ આઇસ હોકી મેચ રમી રહ્યાં હતા ત્યારે ગોળીબાર થયો, બાળકી સહિત 3 લોકોનાં મોત | 2026-02-17 11:27:09
અમેરિકામાં ભારતીય એન્જિનિયર મૃત હાલતમાં મળ્યો, છ દિવસ પહેલા પાડોશીના દરવાજા પાસેથી લેપટોપ- બેગ મળી હતી | 2026-02-15 09:13:13
India - US Trade Deal: ટેક્સટાઈલ પર શૂન્ય ટકા ટેરિફ કરી શકે છે અમેરિકા | 2026-02-12 17:31:49
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25