મહેસાણાઃ અમેરિકામાં ભારતીયો, ખાસ કરીને ગુજરાતી વેપારીઓ પર જીવલેણ હુમલાઓ અને લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. વધુ એક ચોંકાવનારી ઘટનામાં અમેરિકાના ટેનેસી સ્ટેટના જેકસન શહેરમાં મૂળ મહેસાણા જિલ્લાના આખજ ગામના વતની અને પાટીદાર વેપારી સુરેશ પટેલની લૂંટના ઈરાદે હત્યા કરી દેવામાં આવી છે. સુરેશ પટેલે માત્ર એક સપ્તાહ પહેલાં જ પોતાનો નવો સ્ટોર શરૂ કર્યો હતો.
ગુરુવારે રાત્રે આશરે 9 વાગ્યે સુરેશ પટેલ પોતાની 19 વર્ષીય દીકરી સાથે સ્ટોર પર હાજર હતા. તે દરમિયાન એક મોઢે બુકાની બાંધેલો અજાણ્યો લૂંટારુ સ્ટોરમાં ધસી આવ્યો હતો. સુરેશ પટેલે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કે વિરોધ કર્યા વિના લૂંટારુને લૂંટ કરવા દીધી હતી જેથી કોઈ જાનહાનિ ન થાય. પરંતુ ક્રૂર લૂંટારુ લૂંટ ચલાવી પરત જઈ રહ્યો હતો ત્યારે તેણે અચાનક સુરેશ પટેલ પર અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. 19 વર્ષીય દીકરીની નજર સામે જ પિતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
સુરેશ પટેલ છેલ્લા 30 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા અને સખત પરિશ્રમ કરીને વ્યવસાય જમાવ્યો હતો. 7 દિવસ પહેલાં જ તેમણે નવો સ્ટોર શરૂ કર્યો હતો અને પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ ઘાતકી ઘટનાએ પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. સુરેશ પટેલની હત્યાના સમાચાર તેમના વતન મહેસાણાના આખજ ગામમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
ઇન્ડોનેશિયા: જાવા સમુદ્રમાં 240 લોકોને લઈને જતું જહાજ ગુમ, સંપર્ક તૂટ્યાં બાદ ચિંતા વધી | 2026-09-13 10:10:02
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
શી જિનપિંગ ભારતની મુલાકાતે, BRICS માં પીએમ મોદી સાથે મહત્વની બેઠક | 2026-09-12 09:12:08