(મીડિયાને માહિતી આપતી મેરીલેન્ડ પોલીસ)
મેરીલેન્ડઃ અમેરિકામાં ફરી એકવાર ગોળીબારની ઘટના સામે આવી છે. બંદૂકધારીએ મેરીલેન્ડમાં અંધાધૂંધ ગોળીબાર કરીને 3 લોકોની હત્યા કરી નાખી છે. આ પછી તે કારમાં ફરાર થઇ ગયો હતો. બાદમાં પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને પકડી લીધો છે. ઘટના પાછળનું કારણ જાણવા પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
વોશિંગ્ટન કાઉન્ટીના શેરિફના પ્રવક્તાના જણાવ્યાં અનુસાર હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસની જવાબી કાર્યવાહી દરમિયાન આરોપી હુમલાખોર ઘાયલ પણ થયો હતો. ઉપરાંત એક પોલીસ કર્મચારીને ગોળી વાગી છે. અધિકારીઓનું કહેવું છે કે ફાયરિંગનું કારણ જાણી શકાયું નથી.
પોલીસના જણાવ્યાં અનુસાર, મેરીલેન્ડના સ્મિથ્સબર્ગ વિસ્તારમાં લગભગ 3 હજાર લોકો રહે છે. આ સ્થળ બાલ્ટીમોરથી લગભગ 120 કિલોમીટર દૂર છે. ગુરુવારે, એક બંદૂકધારી જેણે કોલંબિયા મશીન ઇન્ક, બિઝનેસ સેન્ટરમાં પ્રવેશ કરીને ગોળીબાર કર્યો હતો.આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. સુરક્ષાકર્મીઓએ તેને તેની બંદૂકથી જવાબ આપ્યો હતો અને તે ઘાયલ થઇને ફરાર થઇ ગયો હતો.
ઘટના બાદ આરોપી પોતાની કારમાં બેસીને ત્યાંથી ભાગી ગયો હતો, પોલીસે જણાવ્યું કે આરોપીની કારને ટ્રેક કરવામાં આવી હતી, બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસે આ ઘટનામાં 3 લોકોના મોત અને એક ઘાયલ થયાની પુષ્ટિ કરી છે. ઘાયલ પોલીસ જવાન અને હુમલાખોરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. થોડા સમય પહેલા અમેરિકામાં સ્કૂલમાં થયેલા ગોળીબારમાં 18 લોકોના મોત થયા હતા. જે બાદ એક હોસ્પિટલમાં ફાયરિંગની ઘટના બની હતી. જેમાં 5 લોકોના મોત થયા હતા. અમેરિકામાં સમયાંતરે બનતી ફાયરિંગની ઘટનાને લઈને લોકો કડક કાયદો લાવવાની માંગ કરી રહ્યાં છે.
US: 3 killed in mass shooting at Maryland
— ANI Digital (@ani_digital) June 9, 2022
Read @ANI Story | https://t.co/DRUmQZsE4I#USA #Maryland pic.twitter.com/PZb3DlLYnI
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://www.gujaratpost.in/news/listing/Gujarat sabarkatha arvali milk rate gujaratpost
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29