અમદાવાદ: શહેરના જૂના વાડજ વિસ્તારમાં આજે કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે રિવર્સમાં આવી રહેલા પાણીના ટેન્કરે રમી રહેલી 7 વર્ષની બાળકીનો ભોગ લીધો છે. ટેન્કરનું ટાયર માથા પર ફરી વળતા બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જૂના વાડજ વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા સંજયભાઈ સોલંકીને બે દીકરીઓ છે (એક 7 વર્ષની અને બીજી 6 વર્ષની). સવારના સમયે બંને દીકરીઓ જૂના વાડજ BRTS બસ સ્ટેશન પાસે જાહેર રોડ પર રમી રહી હતી.
આ દરમિયાન એક પાણીના ટેન્કરનો ચાલક પોતાનું વાહન અત્યંત બેદરકારીપૂર્વક અને ફૂલ ઝડપે રિવર્સ લઈ રહ્યો હતો. રિવર્સમાં આવતા આ ટેન્કરે રમતી બંને બાળકીઓને અડફેટે લીધી હતી. જેમાં 7 વર્ષની મોટી દીકરીના માથા પરથી ટેન્કરનું તોતિંગ પૈડું ફરી વળતા તેનું માથું છુંદાઈ ગયું હતું અને ગંભીર ઈજાઓને કારણે તેણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.
અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા અને વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતા જ બી-ડિવિઝન ટ્રાફિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. માસૂમ બાળકીના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
પોલીસ કોન્સ્ટેબલે રૂ. 1,20,000 ની લાંચની માંગણી કરી, પ્રજાજન તેના વતી લાંંચ લેતા એસીબીમાં ફસાયો | 2026-04-10 09:04:14
ચાંદખેડામાં ઢોસાના ખીરાથી બે બાળકીઓનાં મોતના દાવા મામલે નવો વળાંક આવ્યો | 2026-04-09 16:34:55