Wed,18 February 2026,11:27 pm
Print
header

અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post

  • Published By
  • 2025-03-28 13:22:48
  • /

એએમટીએસને ટક્કર લાગતાં 10 ફૂટ આગળ ધકેલાઈ

અમદાવાદઃ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના બની હતી. આજે સવારે ચાંદખેડા ગામના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે એએમટીએસ બસની પાછળ કાર ઘૂસી ગઈ હતી. અકસ્માતમા એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માત સર્જાતા રોડ પર દોડધામ મચી ગઈ હતી અને લોકો રોડની સાઇડમાં જતા રહ્યા હતા.  અકસ્માત એટલો ભયાનક હતો કે ડ્રાયવરની બાજુની સીટમાં બેઠેલા વ્યક્તિને કાઢવા માટે ચારે તરફથી પતરા કાપવા પડ્યા હતા. અંદાજે 20 મિનિટ સુધી કામગીરી કર્યા બાદ તેને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે આ વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી.

મળતી વિગત પ્રમાણે, ચાંદખેડા ગામના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે આજે સવારે કાર ફૂલ ઝડપે આવી રહી હતી. ત્યાં બસ સ્ટેન્ડ પાસે એએમટીએસની બસમાં મુસાફરો જઇ રહ્યા હતા. આ દરમિયાન કાર અચાનક જ ધડાકાભેર બસ પાછળ ભટકાતા બસમાં જ લોકો
બૂમાબૂમ કરી મૂકી હતી. અકસ્માતમાં કાર ચાલકને ઈજા થઇ અન બાજુમાં બેસેલા વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે બસમાં ચડતા પેસેન્જરોને પણ  ઈજા થઈ હતી. ઘટના બનતા થોડીવાર માટે અફડાતફડી સર્જાઈ હતી અને લોકો ભાગીને સામેની બાજુના રોડ પર જતા રહ્યા હતા. ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch