સુરતમાં અત્યાર સુધી 60થી વધુ રત્ન કલાકારો કરી ચુક્યાં છે આપઘાત
સુરત: કાપોદ્રામાં બેરોજગારી અને લાંબી બીમારીથી માનસિક રીતે ભાંગી પડેલા એક રત્નકલાકારે પોતાના એપાર્ટમેન્ટના ટેરેસ પરથી પડતું મૂકીને આત્મહત્યા કરી. મૃતક રત્નકલાકારની ઓળખ 58 વર્ષીય ઘનશ્યામભાઈ રામોલિયા તરીકે થઈ હતી. મૃતક કાપોદ્રા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલા કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતા હતા.
પોલીસ સૂત્રો અને તપાસ અધિકારીના જણાવ્યાં અનુસાર, ઘનશ્યામભાઈ રામોલિયા છેલ્લા લગભગ છ મહિનાથી બેરોજગાર હતા, જેના કારણે તેઓ ગંભીર આર્થિક સંકડામણ અને તણાવ અનુભવતા હતા. આર્થિક સમસ્યાઓ વચ્ચે તેઓ શારીરિક બીમારીથી પણ પીડાતા હતા, જેના કારણે તેઓ માનસિક રીતે ખૂબ જ પરેશાન હતા.
તપાસ અધિકારીના જણાવ્યું પ્રમાણે, મૃતકને આંતરડાની બીમારી હોવાને કારણે તેઓ છેલ્લા બે મહિનાથી બેડરેસ્ટ પર હતા. શારીરિક સમસ્યાને લીધે તેઓ લાંબા સમયથી કામ પર જતા ન હતા. હાલ નોકરી છૂટી જવાની સત્તાવાર જાણકારી મળી નથી, પરંતુ બેરોજગારી અને બીમારીના કારણે આવેલા ડિપ્રેશનને પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે.
વહેલી સવારે હતાશામાં આવીને ઘનશ્યામભાઈએ પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી નીચે પડતું મૂકી દીધું હતું. આ કરુણ ઘટનાની જાણ થતાં જ એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરી અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતી. પોલીસે મૃતકના પરિવારજનો અને પડોશીઓના નિવેદનો લઈને આપઘાત પાછળના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
સુરતનું ભૂતિયા ડિમોલિશન પ્રકરણ: કમિશનર મીડિયાથી ભાગ્યા, માર્શલોની ઝપાઝપી | 2026-06-11 17:52:48
સુરતના ભૂતિયા ડિમોલિશનમાં થયો મોટો ધડાકો, જાણો નવી વિગતો | 2026-06-10 18:09:51
ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે ? સુરતમાં રહસ્યમય ડિમોલિશન: 100 ગરીબોના ઘર તોડી જનાર મિસ્ટર ઈન્ડિયા કોણ ? | 2026-06-06 17:53:03
દક્ષિણ ગુજરાતને રૂ.18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ: પીએમ મોદીએ સુરતથી આપ્યો પ્રકૃતિ સાથે પ્રગતિનો મંત્ર | 2026-06-05 17:54:53