Wed,16 July 2025,8:42 pm
Print
header

ગુજરાત સરકારનો મોટો નિર્ણય, મકાન ટ્રાન્સફરની ભરવાપાત્ર ડ્યૂટીની 80 ટકા રકમ માફ કરાશે

  • Published By
  • 2025-06-30 13:07:20
  • /
  • શેર સર્ટિફિકેટ છે, પણ દસ્તાવેજ નથી એ લોકો માટે નિર્ણય

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવારોને આવાસ તબદીલીઓ માટે ભરવા પાત્ર ડ્યૂટીની રકમમાં મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી, એસોસીએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવા પાત્ર 100 ટકા ડ્યૂટીની રકમ પૈકી 80 ટકા સુધી ડ્યૂટી રકમ માફ કરીને માત્ર 20 ટકા જેટલી ડ્યૂટી વસૂલાશે. ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 ની કલમ 9 (ક) અન્વયે ભરવા પાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ અધિનિયમમાં કરેલી જોગવાઈઓને કારણે મધ્યમ વર્ગના લોકો ઉપર આવા તબદીલીના કિસ્સાઓમાં જે નાણાંકીય બોજ આવતો હતો તે સમગ્ર વિષયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆતો સાંભળી હતી. આ સંદર્ભમાં તેમણે  કરેલા નિર્ણય અનુસાર હવે મૂળ ડયૂટીના 20 ટકા તથા દંડની રકમ મળીને માત્ર લેવાપાત્ર ડયૂટી જેટલી જ રકમ વસૂલ કરવામાં આવશે.

રાજ્ય સરકારે મૂળ ભરપાઈ કરવાની થતી સ્ટેમ્પ ડ્યૂટીની રકમમાં ઘટાડો કરતા ડ્યૂટી ઉપરાંત દંડની ગણતરી થતા સુધારેલી જોગવાઈ અગાઉની મિલકત સંબંધે જેટલી ડ્યૂટીની રકમ ભરપાઇ કરવાની થતી હતી. તેટલી જ રકમ ભરપાઈ કરવાની થશે.  

આ નિર્ણયના અનુસંધાને જારી કરવામાં આવનારા જાહેરનામાની જોગવાઈઓ માત્રને માત્ર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટથી કરાયેલી તબદીલીઓ માટે જ લાગુ પડશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch